દુનિયાના સૌથી ખતરનાક એરપોર્ટ, લેન્ડિંગ વખતે પાઇલટ પણ ડરે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેકેશનમાં ફરવા જવાનું હોય અને તેમાંય હવાઇ મુસાફરી કરવાની હોય તો કોને ન ગમે? હવાઇ સફરની સૌથી વધુ મજા ત્યારે આવે જ્યારે પ્લેન લેન્ડ થતું હોય, પરંતુ જ્યારે ખબર પડી કે જ્યાં પ્લેન લેન્ડ થવાનું છે ત્યાં તસવીરોમાં દેખાય તેવા દ્રશ્યો સર્જાતા હોય તો બહુ ઓછા આવું રિસ્ક લેવાની હિમ્મત દર્શાવતા હોય.
MH370 વિમાન દુર્ઘટના પછી તો હવાઇ સફર પ્રત્યે લોકોના મનમાં વધુ ડર પેસી ગયો છે. હવાઇયાત્રાને સૌથી સેફ ગણવામાં આવે છે, પરંતુ નાનકડી ભૂલ પણ હજારો લોકોનો જીવ જોખમમાં નાંખી શકે છે. વિશ્વભરમાં એવા ઘણા એરપોર્ટ છે જ્યાં રોજ પાઇલટની પરીક્ષા લેવાતી હોય છે. તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઇ એરપોર્ટનો રન-વે સામાન્ય રસ્તાઓની વચ્ચેથી નિકળતો હોય અથવા ભરતી આવે ત્યારે રન-વે ડૂબી જતો હોય. કેટલાંક રન-વે એવાં છે જેનો લાકડીઓના થાંભલા વડે ભાગ પાડવામાં આવતો હોય.
આટલું જ નહીં એવા પણ કેટલાંક એરપોર્ટ તો એવા છે જ્યાં રાત્રે કાર્સની હેડલાઇટના પ્રકાશમાં પ્લેનનું લેન્ડિંગ કરાવવામાં આવે છે.
આવા જ કેટલાં વિચિત્ર એરપોર્ટ અંગે અહીં વાત છે, જ્યાંથી ટેક ઓફ અને લેન્ડિંગ થતું હોય ત્યારે ફ્લાઇટમાં બેઠેલા યાત્રી ભગવાનને યાદ કરતાં હોય છે.
વિશ્વના સૌથી ખતરનાર અને વિચિત્ર એરપોર્ટ્સ અંગે જાણવા માટે સ્લાઇડ બદલો...