તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PoKમાં ભારતના સર્જિક્લ સ્ટ્રાઈકની વર્લ્ડ મીડિયાએ કરી પ્રશંસા, PAK એક્સપર્ટ: કાર્યવાહી પર શંકા ન કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈસ્લામાબાદઃ ભારતમાં પેરા કમાન્ડોઝે પહેલીવાર એલઓસી પાર જઈને આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા. બુધવાર-ગુરુવારના રોજ થયેલા આ સર્જિકલ સ્ટ્રાઈકમાં 38 આતંકી ઠાર કરાયા. વર્લ્ડ મીડિયાએ તેને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણાવી છે. પાકિસ્તાનના એનાલિસ્ટ અને નરેન્દ્ર મોદીના ટીકાકાર માનવામાં આવતા સૈયદ તારિક પીરઝાદાએ કહ્યું છે કે ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં કોઈને પણ શંકા ન હોવી જોઈએ.
શું બોલ્યા પીરઝાદા
-પીરઝાદાએ આ મુદ્દે એક પછી એક એમ અનેક ટ્વિટ કર્યા. તેમણે લખ્યું જો કોઈને પણ સર્જિકલ સ્ટ્રાઈક અંગે શંકા હોય તો... (જણાવી દઉ કે) પાક પીએ ક્યારેય સીઝફાયર વાયોલેશનના મુદ્દા પર નિવેદન આપતા નથી.
-પછીના ટ્વિટમાં લખ્યું કે, જો પાકિસ્તાન આવી સર્જિકલ સ્ટ્રાઈકનો ઈનકાર કરે તો ભારતીય સેના પાસે ભવિષ્યમાં પોતાની મરજીતી આવા ઓપરેશનને ફરીથી અંજામ આપવાનો મોકો રહેશે.
- તે પછીના નવા ટ્વિટમાં તેમણે લખ્યું, પાક પીએમ-આપણે ભારતીય સૈન્યની આક્રમકતાની નિંદા કરીએ છીએ. આઈસીપીઆર-એલઓસી પાસે છુટક ફાયરિગં. કંઈ ખાસ થયું નથી. ઈજ્જત બચાવવા માટે પરેશાન.
- તેમણે આગળ લખ્યું, સૂત્રો જણાવે છે કે પીઓકેમાં આતંકી કેમ્પો પર હુમલામાં 100થી વધારે આતંકી માર્યા ગયા છે.
- પાકિસ્તાની મીડિયા અને સત્તા વિચારે છે કે પાકની જનતા બેવકૂફ છે, જે ભારતની કાર્યવાહીને નજરઅંદાજ કરી દેશે. જોકે, અંતમાં લખ્યું છે કે પાકિસ્તાન મ્યાનમાર નથી. ધન્યવાદ.
વર્લ્ડ મીડિયાએ શું કહ્યું?
બીબીસીઃ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાના વાયદા સાથે સત્તામાં આવેલા મોદી પર ઉરી હુમલા પછી ભારે દબાણ હતું. પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક ભારતનો અત્યાર સુધીનો સૌથી ખતકનાક હુમલો છે.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સઃ ભારતીય આર્મીની સીમા પર જઈને કાર્યવાહી કરવી અકલ્પનીય છે. 1999માં કારગિલ વોર દરમિયાન ભારતે એલઓસી પાર નહોતી કરી. મોદી સત્તામાં આવ્યા બાદ સેનાને ફ્રી હેન્ડ મળી ગયું છે. મ્યાનમારમાં પણ સેનાએ આવો જ હુમલો કર્યો હતો. આ સ્થિતિમાં પરમાણુતી લેસ બે પડોશી દેશોમાં તણાવ ટોચ પર છે.
પાક મીડિયાએ શું લખ્યું
ડોનઃ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દબાણમાં હોવાના કારણે ભારતે આ કાર્યવાહી કરી છે. આ રિપોર્ટમાં હુમલાને મીડિયાની વિલક્ષણ ઘટના દર્શાવવામાં આવી છે. ઉપરાંત સીમા પર સેના તૈયાર હોવાનું ફૂટેજ દર્શાવ્યું છે. ભારત-પાક વચ્ચેવોર થઈ ચૂક્યું છે પરંતુ બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક રિલેશન ખતમ થયું નથી. આજે પાક કલાકારોને ભારતના સંગઠનો ભગાવી રહ્યા છે.
ધ નેશનઃ પાંચ ઠેકામા પર એક સાથે હુમલો થયો તે સામાન્ય વાત નથી. ભારતીય સેનાના ડીજીએમઓ લે. જનરલ રણબીર સિંહે ગુરુવારે પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે, આ સ્ટ્રાઈક્સ બુધવારે રાત્રે લાઈન ઓફ કન્ટ્રોલ પર આતંકવાદી ઠેકાણા પર કરવામાં આવી. ભારત દાવો કરી રહ્યું છે કે, તેમની આર્મીએ પાક ટેરિટરીમાં દાખલ થઈને આતંકીઓને ઠાર કર્યા. જ્યારે પાક આર્મી કંઈ ન થયું હોવાનો દાવો કરે છે.
ધ ટ્રિબ્યૂન એક્સપ્રેસઃ યુએનમાં ભારતે પાકિસ્તાન પર અનેક આરોપો લગાવ્યા. પરંતુ વડાપ્રધાન નવાજ શરીફ અને તેમની ટીમે યોગ્ય રીચે જવાબ ન આપ્યો. અફઘાનિસ્તાન અને ઈરાનનું વલણ પણ ભારત તરફી છે. પાક અલગ પડી રહ્યું છે. શરીફની નબળી નીતિઓના કારણે જ આ હુમલો થયો છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ડોન દૈનિકે શું લખ્યું...
અન્ય સમાચારો પણ છે...