તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'રસ્તા પર પડેલી એ 70 લાશોમાંથી માનવીના વરવા ચહેરાની બદબું આવી રહી હતી'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુક્રેનમાં સરકાર વિરોધી પ્રદર્શનકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલી એ હિંસા આજે પણ મારી આંખ સમક્ષ ફરી રહી છે. ચારેય બાજું લાશો અને કાપાકૂપી. લોકો એક-બીજાને મારી નાંખવા માટે જ આ પૃથ્વી પર જન્મ્યાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 70 લાશો, 500થી વધારે ઘાયલો, આમથી તેમ ધક્કા-મુક્કીમાં રખડી રહેલા લોકો. રસ્તા પર સરકાર સામે બંડ પોકારનારા પ્રદર્શનકર્તાઓની લાશો પડી હતી. આ લાશોને જોઈને કોઈ પણ કંપી જવાય. રસ્તા પર પડેલી એ 70 લાશોમાંથી માનવીના વરવા ચહેરાની બદબું આવી રહી હતી.
હાલમાં જ યુક્રેનમાં થયેલી હિંસા બાદ 38 વર્ષીય ઝોયાએ પોતાની લાગણી આ તસવીરમાં જ જાહેર કરી છે. આ તસવીર અનાસ્તાસિયા ટેલર દ્વારા લેવામાં આવી છે. આ તસવીર ખેંચતા ફોટોગ્રાફરે કહ્યું કે હિંસા બાદ મારા સ્ટુડિયોમાં ઉભેલી તમામ મહિલાઓની આંખમાંથી આંસુઓ સરી પડ્યા હતા. થોડા દિવસ પહેલાં થયેલી હિંસા બાદ ઝોયાએ કહ્યું કે અહીં શું બન્યું છે, તેની વિશે કંઈ બોલતા પણ ધ્રુજી જવાય છે. એકદમ શાંત વાતાવરણમાંથી અચાનક જ હત્યાઓ થવા માંડી હતી. તેમાં પણ ખાસ જ્યારે એક 17 વર્ષના એક બાળકની હત્યા થઈ મારી સામે થઈ. આ ઘટના જોઈને આંખોમાંથી આંસુ પણ સૂકાઈ ગયા હતા. મારો પુત્ર પણ 17 વર્ષનો જ છે, હું એવું ઈચ્છું છું કે તે યુક્રેનમાં સારી રીતે અને શાંતિથી જીવી શકે.
આ ડર, લાગણી, હતાશા અને માનવીના વરવા ચહેરાની તસવીર 38 વર્ષીય ઝોયાની છે. યુક્રેનમાં હિંસા બાદ તેની આંખોમાં એ લાશોની છબિ સાફ દેખાય આવતી હતી. નેશનલ જીયોગ્રાફીક દ્વારા વિશ્વની કેટલીક ખાસ તસવીરો સોશ્યલ નેટવર્કિંગ સાઈટ મુકવામાં આવી છે. ઝોયાની ઉપર દર્શાવેલી તસવીરને પણ સ્થાન મળ્યું છે. નેશનલ જીયોગ્રાફીક દ્વારા જાહેર કરાયેલી તસવીરો માહિતી સાથે વાંચવા માટે આગળ ક્લિક કરતાં જાવ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો