• Gujarati News
  • Ellen Brown Who Gave Birth Her Daughter And Son By Surrogacy

PHOTOS: બ્રિટનમાં એક માએ જન્મ આપ્યો પોતાના ભાઇ-બહેનને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડનઃ બ્રિટનમાં રહેનારી 46 વર્ષીય એલન ત્રણ બાળકોની માતા છે. તે પોતાની માતા જૈની અને સાવકા પિતા ટોની સાથે રહે છે. પરંતુ સંબંધોની કહાણી અહી સમાપ્ત થતી નથી. ત્રણ બાળકોમાથી એલન ફક્ત એક જ દિકરી મૈડીની માતા છે. બાકીના બંન્ને જોડીયા સંતાનને (અલેક્સ અને રુથ) એલને સરોગેસી મધર બની જન્મ આપ્યો હતો.
વાસ્તવમાં એલને પોતાની માતા જૈની માટે સરોગેસી મધર બની હતી. જેમાં તેણે પોતાના અંડાણુની સાથે પિતા ટોનીના શુક્રાણુને પોતાના ગર્ભમાં ફર્ટિલાઇઝ કરાવ્યા હતા. જેનાથી બે જોડીયા બાળકો એક દિકરો અને એક દિકરીનો (અલેક્સ અને રુથ) જન્મ થયો હતો. તેઓ જૈવિક રીતે જૈની અને ટોનીના બાળકો છે. પરંતુ તેને જન્મ એલને આપ્યો છે.
કાંઇક આ રીતે સમજો સંબંધોની જટીલતાને
એલનની પ્રથમ દિકરી મૈડી 17 વર્ષની છે. ત્યારબાદ એલને સરોગેસી તરીકે જોડીયા ભાઇ-બહેન રૂથ અને એલેક્સને (12)ને જન્મ આપ્યો. આ રીતે રૂથ અને એલેક્સ, મૈડીના નાના ભાઇ બહેન થયા પરંતુ ટોની તેઓના જૈવિક પિતા હોવાના કારણે તે મૈડીના મામા-માસી પણ થાય. તો એલનની માતા જૈની અને પિતા ટોની જોડીયા બાળકોના સતાવાર માતા પિતાની સાથે તેમના નાના-નાની પણ થાય. તો જોડીયા સંતાનોને જન્મ આપનારી એલન બાળકોની માતા હોવાની સાથે સાથે સંબંધોની રીતે બહેન પણ થાય છે.
કેમ છે ચર્ચામાં?
ગયા મહિને બ્રિટનમાં એન-મૈરી કૈસને પોતાના સમલૈગિક દિકરાને જન્મ આપ્યો. તેમણે આઇવીએફ ટેકનોલોજીની મદદથી પોતાના ગે દિકરાના સ્પર્મ લઇને કોઇ અન્ય મહિલાના અંડાણુની સાથે ફર્ટિલાઇઝ કરી સરોગેસી કરાવી હતી. એ ઘટનાની સાથે ચર્ચા શરૂ થઇ કે આ પ્રકારની ઘટના પરિવાર માટે અનૈતિક છે. સરોગેસી અને ફર્ટિલિટી સાથે સંબંધિત કાયદાઓની ફરી સમીક્ષા કરવાની માંગ ઉઠી રહી છે. એલનનું કહેવું છે કે આમાં કાંઇ પણ ખોટુ નથી. એનાથી કોઇ ફર્ક નથી પડતો કે તમે ધરતી પર લોકોને શું કહીને બોલાવો છો.
આગળની સ્લાઇડમાં જુઓઃ સંબંધોમાં ગૂંચવાળા પેદા કરતી કહાણી તસવીરોમાં