તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનમાં મહિલાએ પુરુષ સાથીને કૂતરાની જેમ પટ્ટાથી બાંધી જાહેરમાં ચલાવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફુજોઉઃ ચીનના રોડ પર એક મહિલા પોતાના પુરુષ પાર્ટનરને રોડ પર એક કુતરાની જેમ લઈને નીકળી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. આ ઘટના ચીનના ફુજીઅન પ્રાંતના ફુજોઉમાં 9 સપ્ટેમ્બરે બની હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે.
વિચિત્ર જોડાએ કર્યો ટ્રાફિક જામ તો બોલાવવી પડી પોલીસ

- પુરુષ સાથેની મહિલા કુતરાની જેમ લઈને નીકળતા લોકોની ભીડ જામી હતી. આ જ કારણોસર ટ્રાફિક જામ થતા પોલીસ બોલાવવી પડી હતી.
- મહિલાનો પુરુષ પાર્ટનર રસ્તાઓ પર કુતરાની જેમ ચાલતો હતો, આ દરમિયાન મહિલાએ પાળતુ કુતરાને પંપાળતી હોય તેમ પુરુષ મિત્રના માથે હાથ ફેરવ્યો હતો.
- આ ઘટનાને નજરે જોનારા લિઆને જણાવ્યું કે, જાહેરમાં મહિલા પુરુષ સાથીને આમ લઈને નીકળી તો તેને જોવા ઘણા લોકો નજીક આવવા લાગ્યા હતા અને જોત જોતામાં ઘણી ભીડ થઈ ગઈ હતી.
- આ જ કારણે ટ્રાફિક જામ થતા પોલીસ બોલાવી હતી. પોલીસે મહિલાને પુરુષ સાથીના ગળામાંથી દોરડું કાઢવાની ફરજ પાડી અને પુરુષ મિત્રને મુક્ત કર્યો હતો.
ચાઈનીઝ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની આ ઘટના

- ચીનની એક સોશિયલ મીડિયા સાઈટ પર આ ઘટનાની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી.
- જેમાં લખ્યું હતું કે, એક પુરુષને બાંધવામાં આવ્યો હતો અને તે ભીડને કહેતો હતો કે- હું માણસ નથી કૂતરો છું.
- આ પોસ્ટ પર ઘણા લોકોએ ઘટના પર ચિંતા વ્યક્તિ કરી તેની વધુ વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો.
- એક વ્યક્તિએ કોમેન્ટ કરતા પ્રશ્ન કર્યો કે,‘આ પુરુષની ડિગ્નિટિ ક્યાં જતી રહી છે ?’
- જ્યારે બીજા એક યૂઝરે લખ્યું કે, વિચારો આ વ્યક્તિના માતા-પિતા આ જોતા તો તેઓને કેવું લાગતું ?
- અન્ય એક યૂઝરે પ્રશ્ન કર્યો કે, જો આ માણસ કૂતરો હોય, તો તેણે કપડા શા માટે પહેર્યા છે ?
(આગળની સ્લાઈડ્સમાં જુઓ આ ઘટનાની વધુ તસવીરો......)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો