ઝેરી સાંપ સાથે સેલ્ફી મોંઘી પડી, મહિલા સરી પડી કોમામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - સાપના ઝેરનો ભોગ બનેલી મહિલા. તેની ઓળખ જાહેર કરાઈ નથી.)
મોસ્કોઃ રશિયામાં એક યુવકની ઝેરી સાપ સાથે મહિલા પર્યટકને સેલ્ફીની ઓફર કરવાના આરોપ હેઠળ ધરપકડ કરાઈ છે. ઝેરીલા સાપ સાથે સેલ્ફી લેતી વખતે મહિલાને સાપે ડંખ દેતા તે કોમામાં સરી પડી છે અને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
સત્તાવાર સૂત્રો અનુસાર રશિયાની 34 વર્ષની ઓલિવર મટ્રવેયેવે પર્યટકોને ઝેરી સાપ સાથે સેલ્ફી લેવાની ઓફર કરી હતી ઓલિવરની આ અંગે પૂછપરછ કરાઈ ત્યારે તેણે અધિકારીઓને જણાવ્યું હતું કે દક્ષિણ રશિયાના ગામ દેર્મોતોવો પાસેની કુબાન નદી કિનારે તડકામાં ફરતા લોકોને તેણે સેલ્ફીની ઓફર મૂકી હતી પોલીસે જણાવ્યું હતું કે સાપે ડંખ દીધા પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જવાની જાણ થતાં જ યુવકની ધરપકડ કરી લેવાઈ છે અને આ ઘટનામાં તપાસ શરૂ કરી દેવાઈ છે.
લાઈસન્સ ન હતું
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઓલિવર મટ્રવેયેવ પાસે એન્ટી ડોટ દવા ન હતી તેમ જ તેણે સાપમાંથી ઝેરની કોથળી પણ કાઢી ન હતી. પોલીસે યુવકની ધરપકડ કરી છે કારણ કે તેની પાસે પશુઓ અંગે કોઈ જ લાઈસન્સ પણ ન હતું. મહિલા હાલમાં કોમામામ છે અને નિવેદન નોંધાવી શકે તેમ નથી. તેની સ્થિતિ જોઈ તપાસ આગળ ધપાવવામાં આવશે.