લોકોને કંટાળો શા માટે આવે છે ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મગજના એટેન્શન નેટવર્ક ફેઇલ્યોર મુખ્ય પરિબળ હોવાનો દાવો વારંવાર કોઇના મોઢે એવી વાતો સાંભળવા મળે કે અમુક બાબતમાં મને કંટાળો આવે છે, ત્યારે વૈજ્ઞાનિકોને રસ પડયો કે કંટાળો આવવાનું સાચું કારણ શું? વ્યક્તિને આવું શા કારણે થાય છે? તે જાણવા વૈજ્ઞાનિકોએ કમર કસી અને હાથ ધરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે જ્યારે અણગમતું કામ કરવામાં આવે જેમાં વ્યક્તિને મજા ન આવે, તેમાં મગજના એટેન્શન નેટવર્ક ફેઇલ થઇ જવાનું કારણ મુખ્ય છે. સાયકોલોજિકલ સાયિન્સ્ટ જહોન ઇસ્ટવૂડ અને તેમના કલીગે બોર્ડમ અનુભવતા લોકોની મેન્ટલ પ્રોસેસ સમજવાનો પ્રયત્ન કર્યો હતો, જેના માટે તેમણે જુદા જુદા થિયોરિટિકલ ફ્રેમવર્કમાં કામ પણ કર્યું હતું. ટીમને વ્યાપક સંશોધન બાદ જાણવા મળ્યું હતું કે લોકોને ત્યારે જ ભારે કંટાળો આવે છે કે જ્યારે તેઓ પોતાની પસંદગીના કામમાં પણ પૂરતું એટેન્શન આપી શકતા નથી. અને ઇન્ટરનલ ઇન્ફોર્મેશન જેમકે લાગણી, વિચારો, કે એક્સ્ટર્નલ ઇન્ફોર્મેશનની આપલેમાં નિષ્ફળ નીવડે. કેમકે આ બધી પ્રવૃત્તિઓ લોકોને સંતોષ આપનારી છે. બાદમાં તકલીફ પડશે તેવી ખબરથી કંટાળો આવે સંશોધકોએ વધુમાં જણાવ્યું હતું કે લોકોને ત્યારે પણ કંટાળો આવે છે કે જ્યારે તેમને એ વાસ્તવિકતાની અગાઉથી જ ખબર પડી જાય કે તેમને બાદમાં આ કામને સારી રીતે પાર પાડવામાં તકલીફ પડવાની છે, અથવા તો લોકો જો એમ માની લે કે કામ પાર પડી શકે તે માટે પર્યાપ્ત વાતાવરણ નથી. અમુક તો ફિલ્ડ જ એવા છે કે જેમાં સામાન્ય વ્યક્તિને તો કંટાળો આવ્યા વિના ન રહે. જેમ કે ન્યુરોસાયન્સ, સોશિયલ સાયકોલોજી, અને ક્લિનિકલ સાયકોલોજી વગેરે વિષયોને સમજવા પહેલાં વ્યકિત કંટાળો કે બોર્ડમ અનુભવે તે શક્ય છે.