• Gujarati News
  • When Pravez Musharaff Shaking Hand With Atal Bihari Vajpeyy During SAARC 2002 Held In Nepal

2002માં ડોકિયું : એ જ સ્થળ, એ જ દ્રશ્યો, એ જ સ્થિતિ, માત્ર પાત્રો જુદા-જુદા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આ કુલ ચાર તસવીરોમાંથી બે તસવીરો 2002ની છે જ્યારે બે તસવીરો 2014ની છે.......)
કાઠમંડુઃ સાર્ક શિખર સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન એક જ મંચ પર હતા પરંતુ સંમેલન દરમિયાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ સાથે હાથ મિલાવવાનું તો દૂર તેમની સામે જોયું પણ નહીં. સાર્કના બીજા દિવસે બન્ને એ ઔપચારિક રીતે માત્ર હાથ મિલાવ્યો હતો. આજથી 12 વરસ પહેલાંનો ઇતિહાસ મોદી અને શરીફની તસવીરી ઝલકથી તાજો થઇ ગયો છે.
૨૦૦૨ની સાર્ક સમિટમાં વાજપાઈએ મુશર્રફને લીધા હતા આડે હાથે
૨૦૦રના વર્ષમાં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને કાઠમંડુમાં જ મળેલી સાર્ક સમિટમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાના મુદ્દે આડા હાથે લીધા હતા. વાજપેયીએ પોતાના વક્તવ્યમાં સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, પાકિસ્તાન પહેલા ભારતમાં આતંકવાદ ફેલાવવાની કામગીરી બંધ કરે ત્યારબાદ જ તેમની સાથે કોઈ વાત કરવામાં આવશે.

12 વર્ષ અગાઉ મુશર્રફે ચોંકાવ્યા હતા

કાઠમંડુમાં 12વર્ષ અગાઉ સાર્ક સંમેલન યોજાયું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે તે સમયે પણ આજના જેવી સ્થિતિ હતી. આવી તંગદીલી હતી, પરંતુ ત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફે મંચ પરથી પરત ફરતા સમયે અચાનક વડાપ્રધાન વાજપેયી પાસે પહોંચી જઈ હાથ લંબાવી દીધો હતો.
26/11ના ઘા બાદ કેવી રીતે કોઈના પર ભરોસો મૂકવો: નરેન્દ્ર મોદી

સાર્ક સંમેલન દરમિયાન પોતાના પ્રવચનમાં મોદીએ કહ્યુ હતુ કે મુંબઈમાં થયેલા ત્રાસવાદી હુમલાના દર્દને ક્યારેય ભૂલી નહીં શકાય. દરેક દેશ ઈચ્છે છે કે સારો પડોશી મળે. ત્રાસવાદ વિરુદ્ધ તમામ સાર્ક દેશોએ એક થવું પડશે. દરેક દેશ ત્રાસવાદનો ભોગ બનેલો છે. બીજી બાજુ નવાઝે સાર્કસંમેલનના મંચ પર દુનિયાભરની મોટી મોટી વાતો કરી પરંતુ ત્રાસવાદનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો.

જ્યારે શરીફ ભાષણ આપવા માટે મંચ તરફ જઈ રહ્યા હતા તો મોદી મેગેઝિન વાંચતા રહ્યા હતા. ભાષણ આપીને શરીફ પાછા આવ્યા ત્યારે મોદીની મુઠ્ઠી બંધ જોવા મળી હતી. મૌનનો જવાબ મોદીએ પોતાના ભાષણમાં આપ્યો હતો. શરીફ માથું નીચું કરીને સાંભળતા રહ્યા. જોકે, તમામ નેતાઓ સાથે તેમણે પણ મોદીના ભાષણ બાદ તાળીઓ પાડી હતી.
આગળ જાણો 12 વરસ પહેલાંના ઇતિહાસની વાતો...એ વખતે મોદી અને નવાઝ શરિફની જગ્યાએ વાજપેયી અને મુશર્ર્ફ હતા