• Gujarati News
  • Even Amitabh Bachhan Rejected To Ph.D Of Due To Racial Attack

SHAME: ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ બની ચૂક્યા છે વંશીય હુમલાઓનો ભોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીરઃ ઓસ્ટ્રેલિયામાં કરાયેલા હુમલાનો કરાઈ રહેલો વિરોધ

મેલબોર્ન :
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. તેમણે સૌથી પહેલાં બ્રિસ્બેનની ક્વીંસલેંડ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ એ જ યુનિવર્સિટી છે જેની માનદ ડોકટરેટની પદવી અમિતાભ બચ્ચને વિદ્યાર્થી ઓ પર થતા હુમલાઓના વિરોધમાં ઠુકરાવી દીધી હતી. મોદીની મુલાકાત સાથે જ 2009માં ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા વંશીય હુમલાઓની યાદ તાજી થઇ ગઇ છે.

છેલ્લે ગત ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સ્‍થિત ભારતીય મૂળના ૨૦ વર્ષીય વિદ્યાર્થી મનરાજવિંદર સિંઘ ઉપર હુમલો થયો હતો. મેલબોર્ન કોર્ટે પણ સ્વીકાર કર્યો હતો કે ભારતીય મૂળના લોકો પર હુમલાઓ થાય છે. અધિક્રુત આંકડા મુજ્બ, કુલ 152 ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા થયા હતા, જેમાંથી 23 વિદ્યાર્થીઓ વંશીય ભેદભાવનો ભોગ બન્યા હતા. ઓસ્ટ્રેલિયામાં ભણવા આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારત બીજા નંબરે રહ્યું છે. 2009માં એક લાખ 20 હજાર જેટલાં ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં ભણતા હતા.
આ વંશીય હુમલાઓના પગલે વિદ્યાર્થીઓના વિઝામાં ઘટાડો નોંધાતા ઓસ્ટ્રેલિયન સરકારે હુમલાઓ રોકવા અને વિદ્યાર્થીઓને ખેંચવા સંગીન પગલાં લેતાં સ્થિતિ હવે થોડી સુધરી છે. 2014ના આંકડાઓ મુજ્બ, ઓસ્ટ્રેલિયા જતા ભારતીય વિદ્યાર્થીઓમાં 17 ટકાનો વધારો નોંધાયો છે. ચાલું વરસે પ્રથમ ત્રણ મહિનામાં જ 35,000 વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવ્યા હતા. 2013માં પ્રથમ ત્રણ મહિનામાં તે સંખ્યા 30,000ની હતી.

આગળની સ્લાઈડમાં વાંચો... ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થયેલા હુમલાઓની ટાઈમલાઈન