• Gujarati News
  • Watch For Flying Motorcycles: Rider Was Hit In The Face By A Flying Bike

'બાઈક ઉડતી ઉડતી આવી પડી માથે', જુઓ ભયાનક તસવીરોઃ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેન્સીલવેનિયાના Beaverun મોટર ટ્રેક પર એક ભયાનક કહી શકાય એવી દૂર્ઘટના ઘટી હતી. કેડબલ્યુ પેરિશ નામનો રાઈડર જ્યારે ટ્રેક પર પોતાની બાઈક દોડાવી રહ્યો હતો ત્યારે તેની આગળ જઈ રહેલા બે બાઈકરાઈડર્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો તો ભયાન કહતો કે 100mphની સ્પિડે દોડી રહેલી મોટરબાઈક ઉડીને સીધી પેરિસ સાથે અથડાઈ હતી.

આ ઘટાનામાં પ્રથમ તો નાટકીય રીતે આગળ જઈ રહેલો બાઈકર તેની બાઈક પરથી પડી જાય છે. ને ગણતરીના સેકેન્ડ્સમાં જ તેની બાઈક ઉડીને ફૂલ સ્પિડમાં પેરિસના હેલમેટ સાથે અથડાય છે. બાઈક અથડતા પેરિશ પોતાનું સમતુલન ગુમાવી દે છે ને ગબડી પડે છે. જોકે, સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ ઘટનામાં પેરિશને મામુલી ઈજા જ થાય છે. પેરિશે આ વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો છે.

આ ઘટનાની ભયાનક તસવીરો જોવા માટે ફોટો સ્લાઈડ કરોઃ