રશિયાઃ છેડતી કરનાર શખ્સને વેઈટ્રેસે મેનુકાર્ડથી ‘ચખાડી દીધી ધૂળ’

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોસ્કોઃ રશિયામાં એક વેઈટ્રેસ સાથે ખરાબ વર્તન કરનારાને ખુદ વેઈટ્રેસે જ એવો પાઠ ભણાવ્યો કે તે જિંદગી ભર યાદ રાખશે. વેઈટ્રેસે આ શખ્સને મેનુકાર્ડ વડે એવો ફટકાર્યો કે તેને દિવસે તારા દેખાઈ ગયા. આ ઘટનાનો 53 સેકન્ડનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જેને અત્યાર સુધીમાં 30 લાખ કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે રશિયાના કોઈ બારમાં એક વેઈટ્રેસ બિલ માટે એક શખ્સ પાસે પહોંચે છે. જ્યારે તેની સાથે ગેરવર્તન કરવામાં આવે છે. જોકે, વેઈટ્રેસ આ શખ્સનો મુકાબલો કરે છે અને તેને મેનુકાર્ડ વડે જ ફટકારે છે. બેથી ત્રણ વખત તેને જમીન પર પટકી પણ દે છે.

આ ઘટના રશિયાના કઝાન નામના વિસ્તારમાં બની હોવાનું જાણવા મળે છે. જે મોસ્કોથી 500 માઈલ્સના અંતરે આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...