મુસાફરની સુસાઇડ નોટથી પ્લેનમાં બબાલ, કરાવી પડી ઇમરજન્સી લેન્ડિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાન ફ્રાન્સિકોઃ એક માથાફરેલા મુસાફરે પાસે બેસેલી મહિલા મુસાફરના હોશ ઉડાવી દીધા. તે વ્યક્તિ સુસાઇડ નોટ લખી રહ્યો હતો. જેમાં તે વિમાનને તોડી પાડવાની વાત કરી રહ્યો હતો. જેને જોઇને મહિલા એ હદે ડરી ગઇ કે તેને પરસેવો છૂટી ગયો પરંતુ બાદમાં તેણે હિમ્મત કરી ક્રૂને તમામ વાત જણાવી. પાયલટે પણ ઘટનાને ગંભીરતાથી લીધી અને તેણે મિકેનિકલ ખામીનો ઉલ્લેખ કરી સાન ફ્રાન્સિકો એરપોર્ટ પર ફ્લાઇટ ઉતારી. અહીં સ્થાનિક પોલીસે ફ્લાઇટને ઘેરી લીધી અને સુસાઇડ નોટ લખનાર વ્યક્તિની ધરપકડ કરી હતી.
ડૉગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડે વિમાનની તપાસ કરી. જોકે પોલીસને કોઇ વિસ્ફોટક કે હથિયાર મળ્યુ નહી. ધરપકડ કરેલા વ્યક્તિનીં મેડિકલ તપાસ કરાઇ રહી છે. પોલીસ અને વર્જિન એરલાઇન્સે આ વ્યક્તિનું નામ જણાવ્યુ નથી. ફ્લાઇટમાં 108 મુસાફરો સવાર હતા. આ તમામ પ્રક્રિયામાં લેટ થવા અને ડરને કારણે કેટલાય મુસાફરોએ પોતાનો પ્રવાસ રદ કર્યો હતો.
સુસાઇડ નોટ પર નજર પડતા યાદ આવવા લાગ્યા બાળકો
સુસાઇડ નોટ અંગે જાણકારી આપનારી મહિલા વિક્કી રીફીએ જણાવ્યુ કે હું આ વ્યક્તિની ડાબી તરફ વચ્ચેની સીટ પર બેઠી હતી. તે વ્યક્તિ ખૂબ ગુસ્સામાં ઝ઼ડપથી કાંઇક લખી રહ્યો હતો. મે નિરીક્ષણ કર્યુ કે તે વ્યક્તિના ઇરાદા સારા નહોતા. તે વ્યક્તિ ખૂબ સનકી લાગી રહ્યો હતો. અચાનક મારી નજર તેની લીલા રંગની નોટ પર પડી
જેમાં લખ્યુ હતું કે હું મારી જાતને ખૂબ દર્દનાક મોત આપવા જઇ રહ્યો છું. વિમાનને નષ્ટ કરી મારી સાથે તમામ લોકોને લઇને મરીશ. જેને જોઇને હું ગભરાઇ ગઇ અને બાળકોની તસવીર મારી સામે ઘૂમવા લાગી. હું ડરથી કાંપી રહી હતી. હું ચૂપ રહી અને ધીરેથી કોલ બટન દબાવી ક્રૂને અલગ જઇને આ સુસાઇડ નોટ અંગે જણાવ્યુ. ક્રૂએ મારી વાત ગંભીરતાથી લીધી અને પાયલટને વિમાન સાન ફ્રાન્સિકોમાં લેન્ડિંગ કરાવી.
આગળની સ્લાઇડમાં જુઓઃ સુસાઇડ નોટ અંગે જણાવનારી વિક્કી રિફીની તસવીરો
અન્ય સમાચારો પણ છે...