ઇરાકમાં હિંસાનું રાજકારણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇરાકી રાજકારણ અને સમાજ ધાર્મિ‌ક વિભાજનથી મુક્ત નથી થઇ શકતા. તાજેતરમાં એક ન્યાયિક નિર્ણય પછી વકરેલી હિંસામાં આ બાબતને રેખાંકિત કરી છે. અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તારીક અલ હોશમીને એક વકીલ અને સુરક્ષા અધિકારીની હત્યાના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવી. હાશેમી સુન્ની મુસલમાન છે. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરથી તુર્કસ્તાનમાં હતા. હાશેમીએ આક્ષેપો રાજકારણ પ્રેરિત હોવાનું જણાવ્યું છે. તેમનું કહેવું છે કે શિયા વડાપ્રધાન નૂરી અલ મલિકીએ તેમના વિરુદ્ધ કાવતરું રચ્યું છે. અદાલતી ચુકાદાના કેટલાક કલાક પછી સુન્ની વિદ્રોહીઓએ ઇરાકમાં કેટલાક સ્થાને વિસ્ફોટ કર્યા. તેમાં ૧૦૦ વ્યક્તિના મૃત્યુ થયા. લોકોને આશંકા છે કે ભવિષ્યમાં વધુ હિંસા ભડકી શકે છે.