Pix: દિમાગનું દહીં કરવા બુદ્ધિ દોડી તો ફાઈટર ટેન્કર બની ગયું હોડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લગભગ 50 વર્ષ પહેલા વિયતનામ યુદ્ધ દરમિયાન અમેરિકાએ પોતાના ફાઈટર પ્લેનનો ભારે ઉપયોગ કર્યો હતો. યુદ્ધ દરમિયાન વિમાનના 'ફ્યુલ ટેન્કર્ઝે' મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ટેન્કર ઈમરજન્સીની સ્થિતિમાં વિમાનની લડવાની ક્ષમતામાં વધારો કરતા હતા. જોકે, યુદ્ધ કૌશલ્યની આગવી આ ટેકનોલોજી હવે વિયતનામમાં ખેડૂતોના જીવનને સરળ બનાવી રહી છે.

હકીકત કંઈક એવી છે કે યુદ્ધના સમયે અમેરિકાએ જેને ભંગાર સમજીને ત્યજી દીધા હતા એવા ફ્યૂલ ટેન્કરનો વિયતનામ ભારે અગત્યનો ઉપયોગ કરી રહ્યું છે. અહીં આવા ફ્યૂલ ટેન્કરોનો હોડી તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે. વાહનવ્યવહારના નામે માત્ર નદીનો ઉપયોગ કરવો પડે એવા અહીંના દુર્ગમ વિસ્તારોમાં ફ્યૂલ ટેન્કરમાંથી બનાવાયેલી હોડીઓ આશિર્વાદસમી સાબીત થઈ રહી છે. અહીંના લોકો ઓછા ખર્ચે આવી હોડીઓનો ઉપોયગ કરી પોતાના જીવનું ગાડું ગબડાવ્યે જાય છે.

આગળની સ્લાઈડમાં જૂઓ,,, ફ્યૂલ ટેન્કરમાંથી બનાવાયેલી વિયતનામીઝ હોડીઓ...