તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયોગેમ રમનારાઓની સરેરાશ ઉંમર ૩પ વર્ષ હોય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચાહકો અઠવાડિયામાં સરેરાશ ૧૨ કલાક અને ૩૨ મિનિટ સુધી વીડિયો ગેમ રમતા હોવાનું જણાયું છે

જો તમને લાગતું હોય કે વીડિયોગેમ બાળકોનો શોખ હોય છે અને તેઓ પોતાનો મોટા ભાગનો સમય વીડિયોગેમ રમવામાં વિતાવે છે તો કદાચ આપની આ ધારણા ખોટી છે. તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસ અનુસાર વીડિયોગેમ રમનારાની સરેરાશ વય ૩પ વર્ષ હોય છે. આ ઉપરાંત રસપ્રદ વાત એ છે કે વીડિયોગેમના આ ચાહકો વિવાહિ‌ત સ્ત્રી-પુરુષો હોય છે અને વર્ષે સરેરાશ ૨૩૦૦૦ પાઉન્ડ કમાતા હોય છે.

સંશોધન અનુસાર અહીં રહેતા મોટા ભાગના લોકો આખા દિવસના કામ બાદ થાક ઉતારવા માટે વીડિયોગેમ રમવાનું પસંદ કરે છે. સામાન્યપણે ૩પ વર્ષની આસપાસના વયના લોકો દરરોજ સરેરાશ અઢી કલાક અને અઠવાડિયામાં પાંચ દિવસ વીડિયોગેમ રમે છે. સંશોધકોએ બ્રિટનમાં ૨૦૦૦ લોકો પર આ સર્વે કર્યો હતો. આ સર્વે અનુસાર પુરુષોની સરખામણીએ મહિ‌લાએ વીડિયોગેમની વધુ શોખીન હોય છે. દરેક વીડિયોગેમ ચાહકો અઠવાડિયામાં સરેરાશ ૧૨ કલાક અને ૩૨ મિનિટ સુધી વીડિયોગેમ રમતા હોય છે.

વીડિયોગેમ્સ સોશિયલ નેટવર્કની એક વેબસાઈટ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર લોકો એવું માને છે કે મોટા ભાગના 'ગેમર્સ’ નાના છોકરાઓ હોય છે જેઓ કલાકો સુધી બેડરૂમમાં ગેમ રમતા રહે છે અને ઘણા તો માત્ર જમવા, પાણી પીવા કે ટોઈલેટ જવા જેવી ક્રિયાઓ માટે જ બહાર આવે છે પરંતુ વાસ્તવમાં ચિત્ર કંઈક અલગ છે. ખરેખર મોટી વયે વીડિયોગેમ રમનારાની સંખ્યા વધારે હોય છે.