સ્પેસ શટલના રન- વે પર ૪૩પ કિમીની ઝડપથી દોડી વેનોમ જીટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેનેસી વેનોમ જીટી સ્પોર્ટ્સ કાર ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થઈ ગઈ છે

ફ્લોરિડા ખાતેના કેનેડી સ્પેસ સેન્ટરમાં હેનેસી વેનોમ જીટી સ્પોર્ટ્સ કાર ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થઈ ગઈ છે. તેની સાથે જ તે વિશ્વની સૌથી ઝડપી કાર બની ગઈ છે. તેને સ્પેસ શટલના પ.૧૮ કિમી લાંબા રન-વે પર દોડાવવામાં આવી હતી. અહીં તેણે ૪૩પ.૩ કિમી પ્રતિકલાકની ટોપ સ્પીડ પ્રાપ્ત કરી. કારની ઝડપની પુષ્ટિ રેસલોજિગ વીબોક્સ ટેલીમટ્રી સીસ્ટમથી પણ કરવામાં આવી છે. જાન્યુઆરી, ૨૦૧૩માં આ કારે માત્ર ૧૪.પ૧ સેકન્ડમાં ૩૨૨ કિમી પ્રતિ કલાકની ઝડપનો નવો વિક્રમ સ્થાપ્યો હતો.

વેનોમ જીટી કારમાં ૪૨૭ સીઆઈના બે એન્જિન ફીટ કરેલાં છે, જેની ક્ષમતા ૧,૨૪૪ બીએચપીની છે. અંતરીક્ષ યાનના રન-વે પર તેજગતિમાં કાર ચલાવનારા ડ્રાઈવર બ્રાયન સ્મિથે ૪.૧૮ કિમીમાં આ ટ્રાયલ પૂરી કરીને દેખાડી હતી. તેની પાસે એક કિમીનો રન-વે બાકી રહ્યો હતો, જે કારની ઝડપ ધીમી કરીને ૧૧૨ કિમી સુધી લાવવા માટે જરૂરી હતો. આ કાર માત્ર ૧૩.૬૩ સેકન્ડમાં ૩૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડવાનો વિશ્વવિક્રમ પણ સ્થાપી ચૂકી છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...