તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Venezuelan Leader Offers Snowden \'humanitarian Asylum\'

PHOTOS: એક એવો દેશ જ્યાં માત્રને માત્ર સુંદરીઓ પાકે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યારના અમેરિકાના સૌથી મોટા દુશ્મન ગણાતા વિસલબ્લોઅર સ્નોડેન હાલમાં મોસ્કોના ટ્રાંસિટ વિસ્તારમાં છે અને અનેક દેશો પાસે આશ્રયની વિનંતી કરી રહ્યો છે. ભારત સહિત અનેક દેશોમાં તેણે પોતાના કાયદાકીય સલાહકાર દ્વારા અરજી કરી છે પણ લગભગ મોટાભાગના દેશોએ તેની વિનંતીને ફગાવી દીધી છે ત્યારે વેનેઝુએલા અને નિકારાગુઆએ તેને માનવતાના ધોરણે આશ્રય આપવા ઓફર કરી છે.

લગભગ ૩ કરોડની વસતિ ધરાવનારા આ દક્ષિણ અમેરિકાના દેશને સત્તાવાર રીતે બોલીવેરીયન રિપબ્લિકન ઓફ વેનેઝુએલા કહે છે. કુદરત તેના પર ચાર હાથે વરસી છે અને તેની ધરતીમાં તેલના અખૂટ ભંડાર ભર્યા છે. અને તેથી જ ક્રૂડતેલના બળ ઉપર તેના ક્રાંતિકારી નેતા હ્યુગો શાવેઝ જીવ્યા ત્યાં સુધી અમેરિકાની ઐસી તૈસી કરતા આવેલા. એ છતાં પણ અમેરિકા તો 'વાણિયાગત’ વાળો દેશ છે. હ્યુગોની મૈયતમાં ત્રણ ત્રણ અમેરિકન એલચીઓ ગયેલા. ભ્રષ્ટાચારે આ દેશને ૧૯૯૨માં ભરખી લીધેલો. બદતમીઝ પ્રમુખ કાર્લોસ પેરેઝે દેશના ધનની લૂંટ ચલાવી ત્યારે ક્રાંતિ કરીને જનતાના નેતા તરીકે હ્યુગો શાવેઝ જે માત્ર એક સાધારણ સોલ્જર હતો તે સાચો દેશ નેતા બન્યો.

આગળ જાણો કેમ આ દેશ પકવે છે સુંદરીઓ? વાંચતા રહો આગળની સ્લાઇડ્