તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Venezuelan Leader Offers Snowden 'humanitarian Asylum'

અમેરિકાના ભાગેડુને આશ્રય આપશે સત્યસાંઇ બાબાના ભક્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યારના અમેરિકાના સૌથી મોટા દુશ્મન ગણાતા વિસલબ્લોઅર સ્નોડેન હાલમાં મોસ્કોના ટ્રાંસિટ વિસ્તારમાં છે અને અનેક દેશો પાસે આશ્રયની વિનંતી કરી રહ્યો છે. ભારત સહિત અનેક દેશોમાં તેણે પોતાના કાયદાકીય સલાહકાર દ્વારા અરજી કરી છે પણ લગભગ મોટાભાગના દેશોએ તેની વિનંતીને ફગાવી દીધી છે ત્યારે વેનેઝુએલા અને નિકારાગુઆએ તેને માનવતાના ધોરણે આશ્રય આપવા ઓફર કરી છે.

વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ જણાવ્યું છે કે તે સ્નોડેનને પોતાના દેશમાં માનવતાના ધોરણે રાખવા તૈયાર છે. ગત એપ્રિલ મહિનામાં વેનેઝુએલાની પ્રજાએ નવા પ્રમુખ તરીકે હ્યુગો શાવેઝ દ્વારા નોમિનેટ કરાયેલા ઉમેદવાર નિકોલસ માદુરો નવા પ્રમુખ તરીકે ચુંટાઇ આવ્યા હતા. મૂળ બસ ડ્રાઇવર ને યુનિયન લીડર શાવેઝના રાજકીય વારસદાર તરીકે પ્રમોટ કરાયા હતા. તેઓ હરિફ ઉમેદવાર કરતાં 2 ટ્કા જેટલા નજીવા તફાવતથી વિજયી બન્યા છે.

નોંધનીય બાબત એ છે કે વેનેઝુએલાના નવા પ્રમુખ પુટ્ટાપર્થીના સત્ય સાંઇબાબાના ભક્ત છે. એપ્રિલમાં યોજાયેલા મુકાબલામાં લોકોએ હ્યુગોના વારસાને જાળવી રાખ્યો છે. 50 વરસના માદુરોના વિજયને લોકોએ વધાવી લીધો હતો. માદુરોએ જણાવ્યું હતું તે શાવેઝના કામોને આગળ વધારશે.

જાણવા અને માણવા જેવો દેશ છે વેનેઝુએલા, વાંચો આગળ