પોપના સહાયક, વેટિકનના ખજાનચી જ્યોર્જ પેલ પર બાળકોનું જાતીય શોષણ કરવાનો આરોપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેથલિકોના ટોચના ધર્મગુરુ પોપના દેશ વેટિકનના ખજાનચી કાર્ડિનલ જ્યોર્જ પેલ પર ગુરુવારે ઓસ્ટ્રેલિયામાં બાળકોના જાતીય શોષણના ઘણા આરોપો દાખલ કરવામાં આવ્યા છે. 
 
- પોલીસે સ્થાનિક મીડિયાને આપેલી માહિતી અનુસાર, ગત ઓક્ટોબરથી તેમની પૂછપરછ ચાલી રહી હતી, જો કે તેમણે આરોપોને ફગાવી દીધા હતા. 
- પોલીસે જણાવ્યું કે, વિક્ટોરિયા પોલીસ દ્વારા કાર્ડિનલ જ્યોર્જ પેલ પર જાતીય શોષણને લગતાં ઘણા આરોપો દાખલ કરવામાં આવ્યા છે. 
- તેમના વિરુદ્ધ ઘણાં અલગ-અલગ લોકોએ ફરિયાદ નોંધાવી છે. 
- 76 વર્ષના કાર્ડિનલે 18 જુલાઇએ મેલબોર્નની મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર રહેવું પડશે. 
- પેલ 1971માં ઓસ્ટ્રેલિયા આવતા પહેલા 1966માં રોમમાં પાદરી બન્યા હતા, તેઓ દેશના ટોચના કેથલિક ધર્મગુરુ બન્યા હતા. 
- પોપ ફ્રાંસિસ દ્વારા પસંદગી પામ્યા પછી કાર્ડિનલ જ્યોર્જ પેલ 2014માં વેટિકનમાં ખજાનચીની જવાબદારી નિભાવવા વેટિકન રવાના થયા હતા. 
અન્ય સમાચારો પણ છે...