તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Vandals Daub Racist Graffiti And Spray Swastikas Onto Graves Of Dead Muslims In A Welsh Cemetery

UK: કબરો પર KILL MUSLIMS લખી સ્વસ્તિક દોરી નંખાતાં ચક્ચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનમાં મુસ્લિમો સામે મોરચો મંડાયો હોવાની નિશાનીઓ સાંપડી રહી છે. થોડા સમય પહેલાં એક બ્રિટિશ સૈનિકની છેડે ચોક હત્યા બાદ મુસલમાનોને ટાર્ગેટ રાખવાના બનાવો વધતા જાય છે. થોડા સમય પહેલાં એક મસ્જિદની દિવાલ ઉપર મુસ્લિમોને મારી નાખો એવા વાક્યો લખાયા બાદ ફરી એક્વાર એક મોટી ઘટના સામે આવી છે.

બ્રિટનના સાઉથ વેલ્સના ન્યુ પોર્ટમાં આવેલા એક કબ્રસ્તાનની કબરો ઉપર મોટા અક્ષરે મુસ્લિમ વિરોધી સુત્રો લખાયા બાદ ભારે ચકચાર મચી ગઇ છે. કબરો પર લખવામાં આવ્યું છે કે લી રિગ્બી હત્યાનો બદલો, મુસ્લિમોને મારી નાખો.

ચાર કબરો પર આ ધમકીઓ લખવામાં આવી છે. શનિવારે રાતે આ ઘટના બની હોવાનું ધ્યાન પર આવ્યું હતું. સાથે જ, કબરો પર BNP, UKIP, NF શબ્દો પણ લખેલા છે. જે British National Party (BNP), the UK Independence Party (UKIP), અને the National Front (NF) તરફ ઇશારો કરે છે.

વધુ વિગતો માટે જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ