અમેરિકા એશિયા પ્રશાંત ક્ષેત્રમાં વધુ યુદ્ધ જહાજો મોકલશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકા આગામી સમયગાળામાં એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સૈન્ય સંખ્યા વધારશે. જે અનુસાર ત્યાં વધુ યુદ્ધ જહાજો મોકલશે. એશિયાની નવી સૈન્યનીતિ અનુસાર અમેરિકા આ પગલું ભરશે. અમેરિકી સંરક્ષણમંત્રી લિયોન પનેટાએ શનિવારે સિંગાપુરમાં ક્ષેત્રીય સુરક્ષા સંબંધિત બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦ સુધી એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં યુદ્ધ જહાજોની સંખ્યા વર્તમાન સ્તર કરતાં વધારવામાં આવશે. અમેરિકાએ હાલમાં એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરમાં ૫૦-૫૦ ટકાની સરેરાશથી યુદ્ધ જહાજો તૈનાત કરી રાખ્યાં છે. અમેરિકી નૌકાસેના પાસે હાલમાં ૨૮૫ યુદ્ધ જહાજો છે. નવી નીતિ અનુસાર એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં તેની સંખ્યા વધારીને ૬૦ ટકા કરાશે. પનેટાએ જણાવ્યું હતું કે અમેરિકા માટે એશિયા ખૂબ જ મહત્વ ધરાવે છે. ગયા વર્ષે નવેમ્બરમાં નવી અમેરિકી સુરક્ષા રણનીતિ હેઠળ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેના પર ચર્ચા પણ કરી હતી. એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ગોઠવનારી નવી સામગ્રીમાં છ વિમાનવાહક યુદ્ધ જહાજ, ક્રૂઝર, લડાકુ સમુદ્રી જહાજ અને સબમરીનનો સમાવેશ થાય છે. ચીન પર અંકુશ રાખવા માટે નથી : નવી સૈન્યનીતિ ચીનની વધતી તાકાત પર અંકુશ રાખવા માટે નથી. કેટલાક લોકો એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકી ઉપસ્થિતિને ચીનને પડકારના રૂપમાં દેખે છે, પણ તે સાચી બાબત નથી.