• Gujarati News
  • US Will Air Strike On IS In Syria Says Obama Latest News

'અમેરિકાને ધમકી આપી, તો દુનિયામાં ક્યાંય બચી નહીં શકો', ઓબામા સીરિયામાં હુમલાના આદેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વ્હાઈટ હાઉસમાંથી રાષ્ટ્રને સંબોધી રહેલા ઓબામા)

- ISISને નેસ્તનાબૂદ કરીશું : ઓબામા
- સિરિયા ઉપર હવાઇ હુમલાની જાહેરાત કરી
- 475
વધુ સૈનિક સલાહકાર મોકલાશે

વોશિંગ્ટન: આતંકવાદ વિરુદ્ધ અમેરિકાના એજન્ડામાં ૯/૧૧ના હુમલાનાં ૧૩ વર્ષ બાદ બદલાવ આવ્યો છે. હવે તેના હિટ લિસ્ટમાં આઈએસઆઈએસ ટોચે આવી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ બારાક ઓબામાએ ગુરુવારે જણાવ્યું હતું કે પહેલાં અમે આઈએસઆઈએસને નબળું પાડી દઈશું. તે બાદ તેને નેસ્તનાબૂદ કરી નાખીશું. ઓબામા એક દિવસ પહેલાં જ સિરિયા ઉપર હવાઈ હુમલાઓ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. તેમણે ગુરુવારે ઇરાકમાં ૪૭૫ વધુ સૈન્ય સલાહકાર મોકલવાની જાહેરાત કરી છે. ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર ૧૩ વર્ષ પહેલાં આ જ દિવસે હુમલો કર્યો હતો.
આ હુમલાની વરસી નિમિત્તે ઓબામાએ ૧૫ મિનિટનો વીડિયો જાહેર કર્યો હતો. તેમાં તેમણે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (આઈએસઆઈએસ) સામે લડાઈની રૂપરેખા નક્કી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે મોટા ભાગે હવાઇ હુમલા કરીશું. એક રાષ્ટ્રપતિ કરીકે મારી કાર્યપદ્ધતિનો આ મૂળ સિદ્ધાંત છે. જો તમે અમેરિકાને ધમકાવતા હો તો તમને દુનિયામાં ક્યાંય સુરક્ષિત સ્થાન નહીં મળે. ઓબામાએ આઈએસઆઈએસ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય જોડાણ અંગે પણ જણાવ્યું હતું. તેમાં આરબ લીગ સહિત ૩૭ દેશોનો સમાવેશ થાય છે. બિનજોડાણ નીતિને કારણે ભારત તેનો હિસ્સો નથી.

આગળ જુઓ... સીરિયાની તાજા પરિસ્થિતિ