વોશિંગ્ટન: અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિરોધોને નજરઅંદાજ કરીને બુધવારે મોડી રાતે જેરૂસલેમને ઈઝરાયલની રાજધાની જાહેર કરી છે. ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને આ નિર્ણયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, અમેરિકા તેમની એમ્બેસી તેલ અવીવથી આ પવિત્ર શહેરમાં લાવશે. અમેરિકાએ હંમેશા દુનિયામાં શાંતિનો પક્ષ લીધો છે. સીમા વિવાદમાં ક્યારેય અમેરિકાનો કોઈ રોલ રહ્યો નથી. નોંધનીય છે કે, અમેરિકા હંમેશા જેરૂસલેમને પવિત્ર જગ્યા માનતા આવ્યા છે. 1948માં અમેરિકી પ્રેસિડન્ટ હૈરી ટ્રૂમેન પહેલાં વર્લ્ડ લીડર હતા જેમણે ઈઝરાયલને માન્યતા આપી હતી.
ટ્રમ્પના નિર્ણયનો વિરોધ
- ટ્રમ્પના આ નિર્ણય પહેલાંજ અરબી દેશોમાં તેનું વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. તુર્કી, સીરિયા, મિસ્ર. સાઉદી અરબ, જોર્ડન, ઈરાન સહિત 10 ગલ્ફ દેશોએ આ વિશે અમેરિકાને વોર્નિંગ આપી છે.
- ચીન, રશિયા, જર્મની વગેરે દેશોએ કહ્યું છે કે, ટ્રમ્પના આ નિર્ણયના કારણે તણાવ વધશે.
અલકાયદા અને ISએ હુમલો કરવાની આપી ધમકી
તેલ અવીવ સ્થિત અમેરિકી એમ્બેસીને જેરૂસલેમ લઈ જવાની અમેરિકાની જાહેરાત પછી અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટે અમેરિકા પર હુમલો કરવાની ધમકી આપી છે. શંકા છે કે, ટ્રમ્પની જાહેરાત પછી જેહાદીઓને સમગ્ર દુનિયામાં હોબાળો કરવાનો મોકો મળી જશે. તેવામાં અલકાયદા અને આઈએસની ધમકી આ શંકાને બળ આપે છે. આતંક પર નજર રાખનારી અમેરિકી એજન્સી SITE ઈંટેલ ગ્રૂપની નિર્દેશક રીતા કાટ્જે તેમના ટ્વિટર એકાઉન્ટથી આ ધમકીને પોસ્ટ કરી છે. તેમણે કહ્યું છે કે, તેલ અવીવમાં આવેલી અમેરિકી એમ્બેસીને જેરૂસલેમ લઈ જવાની અમેરિકાની જાહેરાત સામે આતંકી ગ્રૂપ દ્વારા હુમલો કરવાનું આયોજન છે.
આ કારણથી થઈ રહ્યો છે હોબાળો
- ઈઝરાયલ સમગ્ર જેરૂસલેમને રાજધાની જણાવે છે, જ્યારે પેલેસ્ટાઈન પૂર્વી જેરૂસલેમને તેમની રાજધાની ગણાવે છે.
- આ વિસ્તારને ઈઝરાયલે 1967માં કબજો કર્યો છે. અહીં યહુદી, મુસ્લિમ અને ઈસાઈ ત્રણેય ધર્મોના પવિત્ર સ્થળ છે. અહીં આવેલું ટેમ્પલ માઉન્ટ જેને યહુદીઓનું સૌથી પવિક્ષ સ્થળ માનવામાં આવે છે. અહીં અલ-અક્સા મસ્જિદને મુસ્લિમો માટે પવિત્ર માનવામાં આવે છે.
જેરૂસલેમમાં કોઈ પણ દેશની એમ્બેસી નથી
- યુએન અને દુનિયાના મોટા ભાગના દેશ સમગ્ર જેરૂસલેમ પર ઈઝરાયલના દાવાને માન્યતા આપતા નથી.
- 1948માં ઈઝરાયલે આઝાદીની જાહેરાત કરી હતી. અહીં કોઈ પણ દેશની એમ્બેસી નથી. 86 દેશોની એમ્બેસી તેલ અવીવમાં છે.
આગળ જુઓ અન્ય સંબંધિત તસવીરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.