તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાસત્તાએ શરૂ કર્યુ 'સન ઑફ બ્લેકબર્ડ'નું નિર્માણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની સંરક્ષાત્મક ઉપકરણોની નિર્માતા કંપની લોકહિડ માર્ટિને વિશ્વના સૌથી ઝડપી જાસૂસી વિમાનનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધુ છે. મેક-6ની ગતિથી ઉડી શકતા હાઈપર સોનિક જાસૂસી વિમાન એસઆર-71 બ્લેકબર્ડના હવે પછીના તબક્કાનું કામ હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એક અંદાજ પ્રમાણે આ વિમાન 2018 સુધીમાં તૈયાર થઈ જશે.

લોકહિડના અન્જીનિયર બ્રેંન્ડ લિલેન્ડ કે જેઓ છેલ્લા સાતેક વર્ષથી આ પ્રકારના સંશોધન કાર્યમાં જોડાયેલા છે. તેણે જણાવ્યુ કે આ નવું એરક્રાફ્ટ કે સબમરીન એસઆર-72ને તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલું મટિરિલ્સ અને તે પણ બજેટ અને પર્યાવરણને સાનુકૂળ છે. આ જહાજના એન્જીનની તાકાત વધારવા માટે ટર્બાઈન અને રેમજેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

લિલેન્ડના મતે આ નવા જહાજથી મિલિટરીની ક્ષમતામાં વધારો થશે. આ ટ્વિન એન્જીન દ્વારા ઝડપથી કાર્ય કરી શકાશે. એસઆર-72 તૈયાર કરવા માટે આશરે 1 બિલિયન ડોલરનો ખર્ચ થશે. તેમજ તેને તૈયાર કરવા માટે આશરે 5થી 6 વર્ષનો સમય લાગશે.

આગળ વાંચોઃ લિલેન્ડે શું-શું કહ્યુ એસઆર-72 વિશે, કેટલી સ્પીડ છે આ નવા જાસૂસની