તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BREAKING: ન્યુજર્સીના મોલમાં આડેધડ ગોળીબાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા એક શોપિંગ મોલમાં અજાણ્યા ઇસમોએ આડેધડ ગોળીબાર કરતાં નાસભાગ મચી ગઇ હતી. સ્થાનિક સમય મુજ્બ સાંજે મોલ બંધ થવાના સમયે ગોળીબાર થયો હતો.

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ગોળીબાર કરનાર વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે. મોલની અંદર ફાયરિંગ થવાના કારણે ખરીદી કરવા આવેલા લોકોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી અને દોડધામ થઇ હતી.

વેસ્ટ ફિલ્ડ ગાર્ડન પ્લાઝા મોલ ખાતે ફાયરિંગનો બનાવ નોંધાયો હતો. હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી.

બનાવની તસવીરો જોવા ક્લિક કરો આગળની સ્લાઇડ