ખુશખબર: અમેરિકા એપ્રિલ મહિનાથી એચ૧-બી વિઝા આપશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાંચ દિવસમાં જ વિઝા સંખ્યામર્યાદા પૂરી થઈ જાય તેવી શકયતા

અમેરિકા આગામી સપ્તાહથી એચ૧-બી વિઝા આપવાની શરૂઆત કરશે. ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં આ પ્રકારની વિઝાની ખૂબ જ માગ છે. યુએસ સિટીજન્સ એન્ડ ઇમિગ્રેશન સર્વિ‌સેસ(યુએસસીઆઇએસ)શનિવારે જણાવ્યું હતું કે અમેરિકા પહેલી એપ્રિલથી એચ૧-બી વિઝા અરજી સ્વીકારવાની શરૂઆત કરશે.

યુએસસીઆઇએસના જણાવ્યા અનુસાર, અમેરિકાની આર્થિ‌ક સ્થિતિમાં સુધાર થયો છે અને કંપનીઓનું ફીડબેક પણ સારું છે. એટલે એવું લાગે છે કે જેટલા વિઝા જારી કરવાના છે. તેનાથી કેટલીય વધુ અરજી પહેલાં પાંચ દિવસમાં જ મળી જશે.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...