મુસ્લિમ દેશોથી ખતરાનો પુરાવો આપો-કોર્ટ, ફેડરલ અપીલ કોર્ટમાંથી પણ ટ્રમ્પને ઝટકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન. અમેરિકાની ફેડરલ અપીલ કોર્ટમાંથી પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પને ઝટકો લાગ્યો છે. તેમના ટ્રાવેલ બેનના ઓર્ડર પર પ્રતિબંધ લગાવવા માટે સિએટલ કોર્ટના ફેંસલાને પણ આ કોર્ટે યથાવત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે 27 જાન્યુઆરીએ વિવાદિત એક્ઝિક્યુટિવ ઓર્ડર લાવીને 7 મુસ્લિમ દેશોના લોકોની અમેરિકામાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
 
કોર્ટે કહ્યું, પુરાવા આપો
 
- ફેડરલ અપીલ કોર્ટે ગુરુવારે સુનાવણીમાં કહ્યું કે આ 7 મુસ્લિમ દેશોથી ખતરાનો કોઈ પુરાવા છે? તમે કંઈક તો બતાવો?
-કોર્ટ યુએસ એડમિનિસ્ટ્રેશનની દલીલથી સંતુષ્ટ ન થયું. કોર્ટે કહ્યું, અમારું માનવું છે કે યુએસ એડમિનિસ્ટ્રેશને તેમની અપીલમાં દમ છે કે નહીં અથવા પ્રતિબંધ હટાવવાથી મોટું નુકસાન થશે તેમ સાબિત કર્યું નથી.
- ફેંસલા બાદ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું, અદાલતમાં મળીશું. અમારા દેશની સિક્યુરિટી ખતરામાં છે.
- આ ફેંસલાને ત્રણ જજોની બેંચે સુનાવણી કરી. તેમાંથી બે જજ ડેમોક્રેટિક અને એક જજ રિપબ્લિકન છે. બેંચે આ ફેંસલો 3-0ની સહમતિથી આપ્યો છે.
- ઉલ્લેખનીય છે કે ટ્રાવેલ બેન ઓર્ડરનો વિશ્વભરમાં વિરોધ થઈ રહ્યો છે.
 
ટ્રમ્પની શું દલીલ છે? 
 
- આ પહેલા ટ્રમ્પે તેના વિવાદાસ્પદ ઓર્ડરનો બચાવ કરતાં કહ્યું કે વિદેશીઓને અમેરિકા આવવા પર બેન લગાવવાનો તેમને કાનૂની અધિકાર છે.
 
શું હતો ટ્રમ્પનો ઓર્ડર?
 
- ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહેવામાં આવ્યું હતું કે, ઈરાક, સીરિયા, ઈરાન, લીબિયા, સોમાલિયા, સુડાન અને યમનથી કોઈ પણ વ્યક્તિ 90 દિવસ સુધી અમેરિકા નહીં આવી શકે.
- આ ટ્રાવેલ બેનને અમેરિકાની સિએટલ ફેડરલ કોર્ટ સસ્પેન્ડ કરી દીધો હતો.
- કોર્ટના ઓર્ડરને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ફેડરલ અપીલ કોર્ટમાં પડકાર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...