• Gujarati News
  • US Drone Strike Kills Pakistan Taliban Number Two, Security Officials Say

માર્યા ગયેલા તાલીબાન કમાન્ડર પર 28 કરોડ ઇનામ હતું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેશાવર, પાકિસ્તાન : અમેરિકાના ડ્રોન હુમલામાં છ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ હુમલામાં પાકિસ્તાનનો નંબર ટુ તાલીબાની ગણાતા વલી-ઉર-રહેમાન પણ ખતમ થઇ ગયો છે. ઉત્તર વઝિરીસ્તાનમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.

આ મામલે હજુ અમેરિકા તરફથી હજુ કોઇ સતાવાર નિવેદન આવ્યું નથી.

પાકિસ્તાન તાલીબાનના નવા લીડર તરીકે તેનું નામ સૌથી મોખરે હતું. આ ગ્રુપ તહેરીકે-તાલીબાન પાકિસ્તાન તરીકે ઓળખાય છે. પાકિસ્તાનમાં આ ગ્રુપ દ્વારા અનેક હુમલા કરવામાં આવ્યા હતા અને તેને કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા.

પાકિસ્તાનની ચૂંટણી બાદ આ ફેલો ડ્રોન હુમલો હતો. વલીના મોતથી એ વિસ્તારમાં ઘણી શાંતિ તહ્શે એવો દાવો કરવામાં આવ્યો છે.

અમેરિકાની સરકારે આ તાલિબાન કમાંડર પર 50 લાખ ડોલરના ઇનામની પણ જાહેરાત કરેલી હતી. અફ્ઘાનિસ્તાનમાં સૈનિકો પર હુમલા માટે તેને જવાબદાર ગણવામાં આવતો હતો.

અગાઉ પ્પણ બે વખત ડ્રોન હુમલામાં તેના મોતની ખબર આવી હતી પણ તે અફવા સાબિત થઇ હતી.

પાકિસ્તાને આ ડ્રોન હુમલાની નિંદા કરી છે.