• Gujarati News
  • US Drone Strike Kills Pakistan Taliban Number Two, Security Officials Say

ડ્રોન હુમલામાં પાકિસ્તાન તાલીબાનનો નંબર ટુ આતંકી ઠાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેશાવર, પાકિસ્તાન : અમેરિકાના ડ્રોન હુમલામાં છ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ હુમલામાં પાકિસ્તાનનો નંબર ટુ તાલીબાની ગણાતા વલી-ઉર-રહેમાન પણ ખતમ થઇ ગયો હોવાનો અમેરિકી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ઉત્તર વઝિરીસ્તાનમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન તાલીબાનના નવા લીડર તરીકે તેનું નામ સૌથી મોખરે હતું. આ ગ્રુપ તહેરીકે-તાલીબાન પાકિસ્તાન તરીકે ઓળખાય છે. પાકિસ્તાનમાં આ ગ્રુપ દ્વારા અનેક હુમલા કરવામાં આવ્યા હતા અને તેને કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા.

પાકિસ્તાનની ચૂંટણી બાદ આ ફેલો ડ્રોન હુમલો હતો.