• Gujarati News
  • US Court Dismisses 1984 Anti Sikh Riots Case Against Congress

1984ના રમખાણોઃ યુએસ અદાલતમાં કોંગ્રેસને રાહત, પક્ષ સામેનો કેસ રદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાની એક અદાલતે કોંગ્રેસ પાર્ટી સામે 1984ના સિખ વિરોધી રમખાણોને લગતો કેસ ફગાવી દીધો છે. કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં કોંગ્રેસ પાર્ટી અથવા કોઈ પણ વિશેષ વ્યક્તિ સામે પૂરતા પૂરાવા રજૂ કરાયા નથી અને રમખાણોમાં તેમની ભૂમિકા પણ પુરવાર થતી નથી. જોકે આ કેસ અન્ય એક જોગવાઈ હેઠળ કોર્ટમાં ફરીથી નોધાવી શકાય તેમ છે.
સિખોના અધિકારો માટે કામ કરતી અમેરિકા સ્થિત સંસ્થા સિખ રાઈટ ગ્રુપ ફોર જસ્ટિસ (એસએફજે) વતી રજૂ કરાયેલા કેસને અમેરિકી જિલ્લા કોર્ટના જજ રોબર્ટ ડબલ્યૂ. સ્વીટે સોમવારે ફગવ્યો હતો. આ કેસમાં કોંગ્રેસ પર 1984માં સિખ વિરોધી રમખાણો માટે જવાબદાર હોવાનો આરોપ મૂકાયો હતો.
એસએફજેએ જણાવ્યું હતું કે તે આ મુદ્દાને ફરી પડકારશે. કેસમાં પૂરતા પુરાવા રજૂ કરાયા છે. કોર્ટે માત્ર ધોષણાત્મક નિર્ણય જાહેર કર્યો છે. એસએફજેએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે કેલિફોર્નિયાની કોર્ટે પણ રમખાણપીડિતોને શરણાર્થી અને હિંસાપીડિત જાહેર કર્યા છે, જે આ કેસમાં સૌથી મોટો પુરાવો છે.