નરેન્દ્ર મોદી-નવાઝ શરીફની મુલાકાતની અમેરિકાએ કરી પ્રશંસા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચેની મુલાકાતની પ્રશંસા કરી છે. ઓબામા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ એશિયાના આ બંને પડોશી દેશો વચ્ચે સંબંધોમાં સુધારા અંગે તે ભારે સાવધાની સાથે અપેક્ષા રાખી બેઠું છે.
નામ જાહેર નહીં કરવાની શરતે ઓબામા વહીવટીતંત્રના આ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મુલાકાત સકારાત્મક સંકેત બંને અમે તેની ભારે સાવધાનીપૂર્વક અપેક્ષા રાખી બેઠા છીએ. વધુ સારા સંબંધો માટે આ વાતચીત મહત્વપૂર્ણ બની રહેશે.
તેમણે કહ્યું કે શપથવિધિ સમારોહમાં હાજર રહેવાના આમંત્રણને નવાઝ શરીફે સ્વીકાર કર્યો અને વર્ષો પછી આ પ્રકારની પ્રથમ ભારત મુલાકાત હતી. ભૂતકાળની વાત કરીએ તો 90ના દાયકામાં નવાઝ શરીફ વડાપ્રધાન હતા ત્યારે ભારતમાં ભાજપના શાસનમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ સધાઈ હતી
તેમણે તે સમયના વડાપ્રધાન અટલબિહારી વાજપેયી દ્વારા હાથ ધરાયેલી શાંતિ પ્રક્રિયાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ ગાળામાં દિલ્હી-લાહોર બસ સેવાનો આરંભ થયો હતો.