9/11ના હુમલાની ૧૩મી વરસીએ યોજાયેલો શ્રદ્ધાંજલી કાર્યક્રમની જૂઓ તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(9/11ના હુમલાની ૧૩મી વરસી નિમિત્તે બરાક ઓબામા, મિશેલ ઓબામા સહિતના લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી તે તસવીર)

ન્યૂયોર્કઃ
અમેરિકાના ન્યૂયોર્ક શહેરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાની ૧૩મી વરસીએ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો હતો. આ હુમલામાં ૩૦૦૦ જેટલા લોકોના મોત થયા હતાં.
ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સાથોસાથે આ જ દિવસે એટલે કે ૯/૧૧ના દિવસે પેન્ટાગોન પાસેના હુમલામાં ૧૮૪ અને પેન્સિલ્વેનિયાના શાન્કસવિલા ખાતે મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલી આપવા માટે પણ ખાસ કાર્યક્રમો યોજાયા હતાં.
આ પ્રસંગે ઓબામાએ જણાવ્યું હતું કે ૧૩ વર્ષ થઈ ગયા છે. ૧૩ વર્ષ અગાઉ અમેરિકનોની સવારની ઊંઘમાં ભંગ કરાયો હતો. ૧૩ વર્ષ અગાઉ ૩૦૦૦ લોકોના મોત થયા હતાં.
વોશિંગ્ટન ડીસી પાસેના પેન્ટાગોનમાં આ પ્રસંગે યોજેલા સમારોહમાં રાષ્ટ્રપતિ બરાક ઓબામા ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કર્યું હતુ. જ્યારે ન્યૂયોર્કમાં આંતકવાદી હુમલામાં નાશ પામેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સ્થળે દર વર્ષે યોજાતી નેમ રીડીંગ સેરેમનીમાં ભોગ બનેલાઓના સગાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...