તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહકોને આકર્ષવા માટેનું હોટસ્પોટ છે સલૂન, અહીં બધું જ છે કાયદેસર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના દક્ષિણી-પશ્ચિમી ભાગમાં આવેલું રાજ્ય નેવાડા બે કારણોસર ખુબજ ચર્ચામાં છે. એક તો આ સ્થળ દુનિયાનું સૌથી મોટું ગોલ્ડ પ્રોડ્યુસર છે અને બીજું કારણ તેની વૈશ્યાવૃતિ છે. આ અમેરિકાનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં વૈશ્યાવૃતિને કાયદેસરની માન્યતા આપવામાં આવી છે. જો કે નેવાડાની કેટલીક કાઉન્ટીમાં આ ધંધો ગેરકાયદે માનવમાં આવે છે.

નેવાડામાં વૈશ્યાવૃતિ કાયદેસર હોવાને લીધે અહીં મોટી સંખ્યામાં બ્રોથલ્સ (વૈશ્યાલય) જોવા મળે છે. મોટાભાગના વૈશ્યાલય રાજ્યના ગ્રામ્સ વિસ્તારોમાં આવેલા છે, જ્યારે મોટાભાગની વસતી કાઉન્ટીમાં વસવાટ કરે છે. ઓગસ્ટ 2013માં એક સર્વ મુજબ અહીં 19 લીગલ બ્રોથલ્સ આવેલા છે.

ફોટોગ્રાફર માર્ક મૈકએન્ડ્ર્યુએ નેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વૈશ્યાલયોમાં પાંચ વર્ષ વિતાવ્યા અને અહીંના જીવનને કચકડે કંડાર્યું છે. પોતાના પ્રોજેક્ટ 'નેવાડા રોઝ'માં તેમણે બ્રોથલ્સમાં કામ કરતી વૈશ્યાઓની તસવીરો ખેંચી છે. પોતાના આ પ્રોજેક્ટ થકી માર્કે વિશ્વના સૌથી જુના વ્યવસાય થકી પોતાની રોજીરોટી રળી રહેલી મહિલાઓની અનસીન તસવીરો દુનિયાની સામે લાવવાનો પ્રયાસ કર્યો છે.

માર્કના મતે નેવાડાના વૈશ્યાલયોમાં ખેંચાયેલી મોટાભાગની તસવીરો બપોરના સમયે લીધી છે, જ્યારે વૈશ્યાલય મોટાભાગે બંધ હોય છે અથવા ગ્રાહકો હોતા નથી. માર્કની તસવીરો અને અનુભવ આધારે એક પુસ્તક નેવાડા રોઝ 2011માં પ્રકાશિત થયું હતું.

આવો નજર કરીએ માર્ક દ્વારા ખેંચાયેલી નેવાડાના વૈશ્યાલોની કેટલીક UNSEEN તસવીરો પર...