• Gujarati News
  • University Of Pennsylvania Release Ranking Of Think Tanks

ટોચની 150 થિન્ક ટેન્ક્સમાં છ ભારતીય સંસ્થાઓનો સમાવેશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેન્ટર ફોર સિવિલ સોસાયટી અને સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટને સ્થાન

અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા દ્વારા વર્ષ 2012 માટે વિશ્વની ટોચ 150 થિન્ક-ટેન્ક્સની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં, ભારતની છ રિસર્ચ ઈનસ્ટિટ્યુટ્સને સ્થાન મળ્યું છે.

ટોપ-50માં ભારતની એક પણ સંશોધન સંસ્થાને સ્થાન નથી મળ્યું. જો કે, દિલ્હી સ્થિત સેન્ટર ફોર સિવિલ સોસાયટીને 51મું સ્થાન હાંસલ થયું છે. આ યાદીમાં ટોચ પર અમેરિકાનું બ્રુકિંગ્સ ઈનસ્ટિટ્યુશન, બ્રિટનનું કેથમ હાઉસ, અમેરિકાના કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસ રહેલ છે.

ભારતની જે સંસ્થાઓને ટોચમાં સ્થાન મળ્યું છે, તેમાં ઈનસ્ટિટ્યુટ ફોર ડિફેન્સ સ્ટડિઝ એન્ડ એનલિસિસને 105મું, ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સને 109મું, ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઈનસ્ટિટ્યુટને 110મું, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનને 115મું, અને ડેવલપમેન્ટ અલ્ટરનેટિવસ્ને 141મું સ્થાન મળેલ છે.

અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઈન ઈકોલોજી અને સેન્ટર ફોર સાઈન્સ એન્ડ એનવાયરમેન્ટ ને વિશ્વની ટોચની 20 એનવાયરમેન્ટ થિન્ક ટેન્ક્સમાં સ્થાન મળેલ છે. વિશ્વભરના 182 દેશોમાંથી 6603 થિન્ક ટેન્ક્સે આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. 120 દેશોમાંથી 1100 કરતાં વધુ લોકોએ વ્યક્તિગત યાદીમાં દાવેદારી કરી હતી. થિન્ક ટેન્ક્સને 38 શ્રેણીઓમાં વહેંચીને તેને નોમિનેશન આપવામાં આવ્યા હતા અને રેન્કિંગ આપવામાં આવ્યા હતા.