ISના આતંકના ઓથાર હેઠળ સીરિયાના માસૂમોનું શૈશવ રોળાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ડેસ્ક: આ તસવીર સીરિયાના રાસ અલ-ઐન પ્રાંતમાં આવેલા એક વિસ્થાપિત શિબિરમાં રમતા માસૂમોની છે. આઇએસના આતંકને ડામવા દેશની સેનાએ આદરેલા યુદ્ધની આકરી કિંમત જનતા અને ખાસ કરીને બાળકોએ ચૂકવવી પડી રહી છે. આઇએસના આતંક સામે યુદ્ધે અહીં વેરેલા વિનાશ અને માનવ જીવન પર પડેલી તેની દારૂણ અસરોની તસવીરો જનમાનસને વિચલિત કરવાની સાથે જ આપણને યુદ્ધની વિભિષિકાનો ચિતાર આપે છે.

 

માસૂમોની બાળસહજ ચેસ્ટા સાથે તેમની બેફિકરાઇ દર્શાવે છે

 

સંકુચિત માનસિકતા ધરાવતા ધર્માંધ આતંકીઓએ વેરેલા વિનાશ અને માનવતાને કરેલા આકરા નુકશાનને દર્શાવતી આ તસીવર સાથે જ આ માસૂમોની બાળસહજ ચેસ્ટા સાથે તેમની બેફિકરાઇ દર્શાવે છે. ગમે તે સ્થિતિમાં પણ પોતાના જીવનને માણવાની બાળકોની વૃત્તી આપણને વિષમ સંજોગો સામે લડવાનો સંદેશ આપે છે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ આતંકથી અસરગ્રસ્ત બાળકોની તસવીરો

અન્ય સમાચારો પણ છે...