તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UN મસૂદ અઝહરને આતંકી જાહેર કરશે, ચીને ઊભા કરેલાં વિઘ્નો દૂર થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંયુક્ત રાષ્ટ્ર : પાકિસ્તાનસ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરાવવાના ભારતના પ્રયાસો આડે ચીને ઊભા કરેલા વિઘ્નોની 6 મહિનાની કાયદેસરતા ટૂંકમાં પૂરી થઇ જશે. ભારતના પ્રયાસો આડે ચીન ફરી કોઇ અવરોધ ઊભો નહીં કરે તો પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ મસૂદ પ્રતિબંધિત થઇ શકશે. આ વર્ષે 31 માર્ચે મસૂદ પર યુએન સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિ અંતર્ગત પ્રતિબંધ લાદવાના ભારતના પ્રયાસને પરિષદના વિટો અધિકાર ધરાવતા એકમાત્ર સ્થાયી સભ્ય ચીને અવરોધ્યો હતો. 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં ભારતના પ્રયાસ આડે વિઘ્ન ઊભું કરનારો ચીન એકમાત્ર દેશ હતો. બાકીના તમામ 14 સભ્યો ભારતની પડખે હતા.

યુએન મસૂદને પ્રતિબંધિત આતંકીઓની યાદીમાં મૂકશે તો તેની સંપત્તિ જપ્ત થઇ શકશે અને તે વિદેશપ્રવાસ પણ નહીં કરી શકે. સૂત્રોના જણાવ્યાનુસાર ચીનના ટેકનિકલ વિઘ્નની 6 મહિનાની વેલિડિટી દસેક દિવસમાં પૂરી થઇ રહી છે. જો ચીન પ્રસ્તાવ પર રોક લગાવવા ફરી કોઇ માંગ નહીં કરે કે વિટો નહીં વાપરે તો ભારતનો પ્રસ્તાવ આપોઆપ મંજૂર થઇ
શકે છે. મસૂદને યુએન સુરક્ષા પરિષદમાં આતંકી ઘોષિત કરાવવા અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ પણ ભારતની પડખે છે.
જૈશ 2001માં જ પ્રતિબંધિત સંગઠન જાહેર થઇ ગયું હતું

ભારતે આ વર્ષે એપ્રિલમાં યુએનમાં જણાવ્યું હતું કે યુએન સુરક્ષા પરિષદે આતંકી પ્રવૃત્તિઓ અને અલ કાયદા સાથે સાંઠગાંઠ બદલ જૈશ-એ-મોહમ્મદને તો 2001માં જ પ્રતિબંધિત આતંકી સંગઠનોની યાદીમાં મૂકી દીધું હતું પણ તેના વડાને ચીન છાવરી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...