તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Ukraine To Unveil New Cabinet After Disbanding Feared Police

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુક્રેનમાં નવા કેબિનેટની ટૂંકમાં રચના, રાયટ પોલીસના દળનું વિસર્જન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુક્રેનમાં પોલીસ દ્વારા પ્રજામાં વિશ્વાસનો સંચાર કર્યા પછી પશ્વિમ તરફી નવી કેબિનેટની જાહેરાત કરાશે. પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ વિકટર યાનુકોવીચના વિરોધમાં ત્રણ મહિના સુધી ચળવળ માટેના કેન્દ્ર બની રહેલા રાજધાની કિવના ઈન્ડિપેન્ડન્સ સ્કવેર ખાતે નવી કેબિનેટની રચનાની જાહેરાત કરાશે.
પૂર્વ બોક્સિંગ ચેમ્પિયન વિકટર ક્લિસકોના પક્ષના સાંસદ વાલેરી પાટસ્કાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવી સરકાર માટે અમે સાંજે સાત વાગે સ્કવેર ખાતે તૈયાર કરેલા મંચ પર આવીશું.

જોકે વચગાળાની સરકાર મહિનાઓ સુધીની ચળવળ પછી ભાગલાવાદ તથા દેવાની બેવડી સમસ્યાથી પીડાય છે.

દરમિયાન પ્રજાજનોમાં વિશ્વાસ પેદા કરવા કાર્યકારી ગૃહપ્રધાન આર્સેન આવાકોવે જણાવ્યું હતું કે સરકાર વિરોધી દેખાવકારો પર વારંવાર સપાટો બોલાવનાર રાયટ પોલીસના ઈલાઈટ યુનિટનું તેમણે વિસર્જન કર્યું છે. ભાગી ગયેલા રાષ્ટ્રપતિએ યુરોપિયન યુનિયન (ઈયુ) સાથે છેડો ફાડવાનો રશિયાની તરફેણમાં નિર્ણય કરતાં નવેમ્બર મહિનાથી સરકાર વિરોધી તોફાનો ફાટી નીકળ્યા હતા. સરકાર વિરોધી દેખાવોમાં 100 જેટલાં લોકોના મોત થયા છે.

બીજી બાજુ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીને ઈયુ સાથેના નજીકના સંબંધને કારણે યુક્રેન માટેના મોટા બેઈલઆઉટ પેકેજને સ્થગિત કરી દેતાં આ દેશની સમસ્યા વધુ વિકટ બની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો