તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે UK જનારા 6 મુસ્લિમ દેશોના લોકો પર પ્લેનમાં ડિવાઇસ રાખવા પર બેન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોશિંગટન/લંડન. હવે બ્રિટેને પણ 6 મુસ્લિમ દેશોમાંથી પોતાને ત્યાં આવનારા પેસેન્જર્સ પર પ્લેનમાં લેપટોપ, આઈપેડ અને કેમેરા રાખવાની મનાઈ ફરમાવી દીધી છે. આ પહેલા અમેરિકાએ 8 મુસ્લિમ દેશોમાંથી આવનારા પેસેન્જર્સ પર આ પ્રકારની મનાઈ ફરમાવી દીધી હતી.
 
14 એરલાઈન્સ પ પડશે અસર

- ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, બ્રિટિશ અધિકારીઓનું કહેવું છે કે 6 મુસ્લિમ દેશો તુર્કી, લેબનાન, જોર્ડન, ઈજિપ્ત, ટ્યૂનીશિયા અને સાઉદી અરબથી આવનારા લોકો પર આ મનાઈ રહેશે. તેના કારણે 14 એરલાઈન્સ પર અસર પડશે.
- નવા નિયમ મુજબ, આ 6 દેશોમાં યૂકે આવનારા પેસેન્જર્સ પ્લેનમાં પોતાની સાથે ફોન, લેપટોપ, ટેબલેટ કે નોર્મલ સાઈઝ (16 સેમી લાંબો, 9.3 સેમી પહોળો અને 1.5 સેમી જાડો)થી વધુ સ્માર્ટફોન નહીં રાખી શકે.
- યૂકે સરકારના પ્રવક્તા મુજબ, અમે માનીએ છીએ કે નવા નિયમથી લોકોને થોડીક મુશ્કેલી થઈ શકે છે પરંતુ અમારા માટે સૌથી જરૂરી બ્રિટિશ નાગરિકોની સુરક્ષા છે.  
 
US આવનારા 8 મુસ્લિમ દેશોના પેસેન્જર્સ પ્લેનમાં લેપટોપ નહીં રાખી શકે
 
- અમેરિકાએ પોતાને ત્યાં 8 મુસ્લિમ દેશોના પેસેન્જર્સને ફ્લાઈટ્સમાં લેપટોપ, ટેબલેટ, આઈપેડ અને બીજી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સાથી રાખવા પર મનાઈ ફરમાવી દીધી.
- એક અધિકારીએ જણાવ્યું કે 10 ઈન્ટરનેશનલ એરપોર્ટ કાહિરા (ઈજિપ્ત), અમ્માન (જોર્ડન), કુવૈત સિટી (કુવૈત), કાસાબ્લાન્કા (મોરક્કો), દોહા (કતર), રિયાદ અને જેદ્દા (સાઉદી અરબ), અબુ ધાબી અને દુબઈ (યૂએઈ) અને ઈસ્તાંબૂલ (તુર્કી)થી અમેરિકા આવનારી ફ્લાઈટ્સમાં લોકોને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ રાખવાની મંજૂરી નહીં હોય.
- એક અન્ય અધિકારીએ જણાવ્યું કે આ બેન 9 એરલાઈન્સ પર રહેશે. અધિકારીએ એમ પણ કહ્યું કે આ બેન થોડાક અઠવાડિયા માટે રહેશે. ઈન્ટરનલ સિક્યુરિટીના કારણે ટ્રમ્પ સરકારે આ નિર્ણય લીધો છે.
- હોમલેન્ડ સિક્યુરિટી મિનિસ્ટર જોન કૈલીએ સાંસદોને જણાવ્યું હતું કે એવિએશન સિક્યુરિટીને લઈને ફ્લાઈટ્સમાં ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સને બેન કરવામાં આવ્યા છે.  
 
 
રોયલ જોર્ડેનિયન એરલાઈન્સે કન્ફર્મ કર્યું
 
- વોશિંગટન પોસ્ટના અહેવાલ મુજબ, રોયલ જોર્ડેનિયન એરલાઈન્સે ટ્વિટ કરીને અમેરિકા દ્વારા બેન લગાવવાની વાતની પુષ્ટી કરી હતી.
- રોયલ જોર્ડેનિયને એમ પણ કહ્યું કે તેમની ન્યૂયોર્ક, શિકાગો, ડેટ્રોઇટ અને મોન્ટ્રિયલ જનારી ફ્લાઈટ્સમાં આ બેન લાગુ રહેશે.
- એરલાઈન્સે ટ્વિટ કર્યું, કેટલાક દેશોના અમેરિકા જનારા લોકો ફ્લાઈટ્સમાં પોતાની સાથે ઇલેક્ટ્રોનિક્સ કે ઇલેક્ટ્રિકલ ડિવાઇસ નહીં રાખી શકે.
- જોકે, આ બેનમાં સેલફોન કે મેડિકલ ડિવાઇસને સામેલ નહીં કરવામાં આવે.
- એક અધિકારીએ જણાવ્યું કે અમેરિકન એરલાઈન્સ પર આ બેનથી કોઈ અસર નહીં પડે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો