તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુએસમાં દંપતીને જમીનમાંથી ૬૨ કરોડના સિક્કા મળ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુએસમાં દંપતીને જમીનમાંથી ૬૨ કરોડના સિક્કા મળ્યા
- સોનાના સિક્કા મળતા દંપતીનું કિસમત ચમક્યું


એક અમેરિકન દંપતીનું કિસ્મત રાતોરાત ચમકી ગયું છે. આ દંપતી જ્યારે તેમના ઘરના કમ્પાાઉન્ડમાં ર્મોનિંગ વોક કરી રહ્યું હતું ત્યારે તેમને એક ઝાડ પાસે દાટેલા ૧૯મી સદીના આશરે રૂ.૬૨ કરોડના સોનાના સિક્કા મળી આવ્યા હતા. ર્નોધન કેલિફોર્નિ‌યામાં રહેતા આ દંપતીને ૧૮૪૭થી ૧૮૯૪ની વચ્ચેના સોનાના સિક્કા મળ્યા હતા. સોનાના સિક્કા હવે ચલણમાંથી બહાર થઈ ગયા છે અને તેનું મૂલ્ય અત્યારે ૧૦ મિલિયન ડોલરથી પણ વધારે આંકવામાં આવી રહ્યું છે.

એક સ્થાનિક અખબારે જણાવ્યું હતું કે, ર્નોથ અમેરિકામાં મળી આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો ખજાનો માનવામાં આવી રહ્યો છે. અખબારે જણાવ્યું હતું કે, સોનાની કિંમત પ્રમાણે આ સિક્કાઓનું મૂલ્ય ૨૮,૦૦૦ ડોલર છે, પરંતુ તેમાં કેટલાક દુર્લભ સિક્કાઓનો પણ સમાવેશ થાય છે જે દરેક સિક્કાનું મૂલ્ય ૧ મિલિયન ડોલર થવા જાય છે. અખબારે જણાવ્યું હતું કે, આ ખજાનો જે દંપતીને મળી આવ્યો છે તે પોતાની ઓળખ ગુપ્ત રાખવા માગે છે અને તેમની મોટા ભાગના સોનાના સિક્કા વેચી નાખવાની યોજના છે.

આ દંપતીએ જણાવ્યું હતું કે, મોટા ભાગના લોકો ઇચ્છતા હોય છે કે તેમને જીવનમાં આ પ્રકારનો ખજાનો નસીબ થાય. અમને હજુ વિશ્વાસ થતો નથી કે આટલી મોટી કિંમતનો ખજાનો હાથ લાગ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે અમને આ ખજાનો પ્રાપ્ત થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો