• Gujarati News
  • Two Indian Americans Declared Co Champions Of Spelling Bee

સ્પેલિંગ બીના ઈતિહાસમાં પ્રથમ વખત બે ભારતવંશી બન્યા સંયુક્ત વિજેતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પેલિંગ બી સ્પર્ધ જીતવી એ ભારતીય માટે કોઈ નવી વાત નથી. ગત કેટલાય વર્ષોથી ભારતીય મૂળના લોકો આ સ્પર્ધામાં એકચક્રી રાજ કરી રહ્યાં છે. જોકે, ગત 52 વર્ષોમાં પ્રથમ વખત એવી તક આવી છે કે જ્યારે નેશનલ સ્પેલિંગ ચેમ્પિયનશિપમાં એક વખત બે ભારતીય અમેરિકન બાળકોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યાં હોય.

ન્યુયોર્કમાં રહેતા શ્રીરામ હાથવર(14 વર્ષ) અને ટેક્સાસના અંસુન સુજોય (13 વર્ષ)એ 87માં સ્પેલિંગ બી ચેમ્પિયનશિપને સંયુક્ત રીતે જીતી લીધી છે. 1962 બાદ પ્રથમ વખત આવી ઘટના બની છે. ગુરૂવારે રાતે પાંચ રાઉન્ડ સુધી ચાલેલી આ સ્પર્ધામાં બન્નેએ કોઈ પણ ખોટો સ્પેલિંગ નહોતો આપ્યો. ફાઈનલ રાઉન્ડમાં શ્રીરામ stichomythia શબ્દનો સ્પેલિંગ બતાવ્યો હતો.
તો અંસુને feuilletonનો સાચો સ્પેલિંગ બતાવ્યો હતો. સ્પર્ધા જીતી જતા અંસુન અને શ્રીરામ બન્નેને 30 હજાર ડોલર એટલે 17.6 લાખ રૂપિયાની રકમ મળશે. એ સાથે જ બન્નેને અઢી હજાર ડોલરના યુએસ સેવિંગ બોન્ડ પણ આપવામાં આવશે. એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકા તરફથી તેમને દોઢ હજાર ડોલરની કમ્પલીટ રેફરેન્સ લાઈબ્રેરી આપવામાં આવશે.

મંગળવારે આયોજીત આ સ્પર્ધામાં દુનિયાઆખીમાંથી 281 સ્પેલર્સે ભાગ લીધો હતો. આખરે 11માંથી 15 વર્ષની ઉંમરના માત્ર 12 સ્પર્ધકો બાકી રહ્યાં હતાં.

સ્પેલિંગ બીના ઈતિહાસમાં પ્રથમ વખત બે ભારતવંશી બન્યા સંયુક્ત વિજેતા