Adaniના ઓસીના પ્રોજેક્ટ માટે લોનની ચીનની બે બેંકોએ ના પાડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેલબોર્ન: અદાણી ગ્રૂપના ઓસ્ટ્રેલિયાના વિવાદાસ્પદ કારમાઇકલ કોલસા પ્રોજેક્ટના માર્ગમાં ફરી અવરોધો ઊભા થયા છે. ઓસ્ટ્રેલિયન મીડિયા મુજબ ચીનની બે મોટી સરકારી બેન્કોએ  તેને લોન ઉપલબ્ધ કરાવવાનો ઇનકાર કરી દીધો છે. અગાઉ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ પણ આ પ્રોજેક્ટ માટે એક અબજ ડોલર (આશરે 6,500 કરોડ રૂપિયા)ની લોન આપવાનો ઇનકાર કરી દીધો હતો. અેસબીઆઇ પછી કંપનીને ઓસ્ટ્રેલિયન બેન્કોએ પણ સ્થાનિક વિરોધને કારણે લોન આપવાની ના પાડી દીધી હતી.

 

1.07 કરોડનો આ પ્રોજેક્ટ...


આશરે 1.07 લાખ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ ક્વીન્સલેન્ડમાં એબોટ પોઇન્ટ અને ગેલિલી બેસિન વચ્ચે પ્રસ્તાવિત છે. પ્રોજેક્ટના નિર્માણના  પ્રથમ તબક્કા માટે અદાણી ગ્રૂપ માર્ચ 2018 સુધી 9,800 કરોડ રૂપિયાની લોન લેવા માગે છે પરંતુ ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના (આઇસીબીસી)એ સ્પષ્ટ કરી દીધું છે કે અદાણીના ક્વીન્સલેન્ડના પ્રસ્તાવિત માઇનિંગ પ્રોજેક્ટ માટે લોન આપવાનો બેન્કનો કોઇ ઇરાદો નથી. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન મુજબ આઇસીબીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તે પોતાની મહત્વની જવાબદારીઓને ભારે મહત્વ આપે છે અને હરિત કાર્યો માટે લોનો આપવામાં રસ ધરાવે છે. અગાઉ, ચાઇના કન્સ્ટ્રક્શન બેન્કે (સીસીબી) પણ આ પ્રોજેક્ટને લોન આપવાનો ઇનકાર કર્યો હતો. 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

 

અન્ય સમાચારો પણ છે...