તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુર્કીઃ પ્રેસિડન્ટના પૂર્વ સાથી એવા ગુલેન પર સત્તાપલટાનો કેમ લાગ્યો આરોપ?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકારા. તુર્કીમાં આર્મી દ્વારા સત્તાપલટાના નિષ્ફળ પ્રયાસ બાદ પ્રેસિડન્ટ એર્દોઆને આ બળવા પાછળ ફતહુલ્લાહ ગુલેન હોવાનો ઈશારો કર્યો હતો. તુર્કી સરકાર માટે કામ કરનારા એક વકીલ રોબર્ટ એમ્સ્ટેડમે જણાવ્યું હતું કે, આ સત્તાપલટના પ્રયાસમાં અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા મુસ્લિમ ધર્મગુરુ ફતહુલ્લાહ ગુલેનનો સીધો હાથ છે. રોબર્ટે કહ્યું હતું કે, “અમે સતત અમેરિકન સરકારને ચેતવી રહ્યા છીએ કે ગુલેનની પ્રવૃત્તિઓ ખતરનાક છે.” જોકે, એક સમાચાર એજન્સીઓના જણાવ્યા મુજબ ગુલેને પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
કોણ છે ફતુલ્લાહ ગુલેન?
- ઈસ્લામી ધર્મગુરુ ફતહુલ્લાહ ગુલેનના તુર્કીમાં લાખો અનુયાયીઓ છે. દોઢસોથો વધુ દેશોમાં તેમની સ્કૂલ્સ છે અને તેમનો વ્યવસાય અરબો ડોલર્સનો છે.
- ફતહુલ્લાહ 90ના દાયકામાં અમેરિકાના પેન્સિલવેનિયામાં સ્થાઈ થયા હતા.
- તુર્કીમાં દેશ વિરુદ્ધના કાર્યો કરવાના આરોપ લાગ્યા બાદ ફતહુલ્લાહ અમેરિકા જતા રહ્યા હતા.
- જોકે થોડા સમય બાદ અમેરિકામાં નિર્વાસિત જીવન ગાળતા ફથહુલ્લાહને આરોપમુક્ત કરવામાં આવ્યા હતા.
- ગુલેન સામાન્ય રીતે મીડિયા સાથે વાત કરવાનું ટાળે છે. પરંતુ જાન્યુઆરી 2014માં બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તુર્કીની સરકારની સામે પોતાનો પ્રભાવનો ઉપયોગ કરવાના આરોપનો ઇન્કાર કર્યો હતો.
પ્રેસિડન્ટ એર્દોઆનના પૂર્વ સાથી એવા ગુલેન કેમ થયા વિરોધી?
- 75 વર્ષીય ફતહુલ્લાહ અનેક બીમારીઓથી પીડિત છે.
- એક સમયે ફતહુલ્લાહ પ્રેસિડન્ટ એર્દોઆનની અત્યંત નજીક હતા. હવે રાષ્ટ્રપતિ એર્દોઆન મુસ્લિમ ધર્મગુરૂ ફતહુલ્લાહને રાજકીય પ્રતિસ્પર્ધી માને છે. ફતહુલ્લાહના હિજમત અભિયાનની પહોંચ અને પ્રભાવ ઓછો કરવા માટે એર્દોઆન સતત પ્રયાસરત્ છે.
- તુર્કીની પોલીસ, ન્યાયપાલિકા અને ત્યાં સુધી કે તપાસ એજન્સીઓ ઉપર પણ ગુલેનનો પ્રભાવ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
- એર્દોઆન હિજમત અભિયાન સાથે જોડાયેલા લોકોને ‘રાષ્ટ્રની અંદર જ પૃથક રાષ્ટ્ર’ કહીને સંબોધન કરી ચૂક્યા છે.
- તુર્કીશ ઈન્ટેલિજન્સ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે ગુલેન કેટલાક સૈન્ય અધિકારીઓ સાથે મળીને લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને પદભ્રષ્ટ કરવા માટે કાવતરું કરી રહ્યા હતા.
- આ ઘટના બાદ ગુલેન તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે તુર્કીમાં પારદર્શક રીતે ચૂંટણી યોજાવી જોઈએ.
આગળની સ્લાઈડમાં વાંચો, ગુલેન ઈસ્લામના મિશ્રિત અને રહસ્યમય રૂપને કરતા હતા પ્રમોટ... અમેરિકામાં ગુલેનના સમર્થકોએ આરોપો ફગાવ્યા...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો