રશિયામાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ત્સુનામીનું એલર્ટ અપાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાપાનમાં પણ અનુભવાયો ભૂકંપ
રશિયાનું વહીવટી તંત્ર ખડેપગે

રશિયાના સાખલિન ટાપુઓ પાસે દરિયાના પેટાળમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું અમેરિકાની વેધશાળાએ નોંધ્યું છે. ભૂકંપને પગલે રશિયાના આ ટાપુ વિસ્તારમાં ત્સુનામી એલર્ટ બહાર પાડવામાં આવ્યું હતું. થોડા સમય બાદ આ એલર્ટ પાછું ખેંચી લેવાયું હતું.

એલર્ટમાં રશિયાની આપાતકાલીન સેવાઓ બાબતના વિભાગની સાખલિન શાખાએ જણાવ્યું હતું કે, લોકોને ભયજનક વિસ્તારો છોડી દેવા તથા ઊંચાણવાલા વિસ્તારોમાં ખસી જવા માટે તાકિદ કરવામાં આવી હતી. જાપાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

યુએસ જીયોલોજીકલ સર્વેના કહેવા પ્રમાણે, કામચતકા ખાડીમાં સીઓફ ઓકસ્તોક ખાતે ભૂકંપનું કેન્દ્રબિન્દુ હતું, જે આ વિસ્તારથી લગભગ છસ્સો કિલોમીટર દૂર છે.