ટ્રમ્પે નવા વિઝા નિયમ બનાવ્યા, નજીકના સંબંધીને જ એન્ટ્રી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી, ન્યૂયોર્ક :  ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને છ મુસ્લિમ દેશોના વિઝા અરજીકર્તાઓ માટે નવા માપદંડો નક્કી કર્યા છે. એટલે કે આ દેશોના લોકોને અમેરિકાનો પ્રવાસ કરવા માટે તેમના કોઈ નજીકના સંબંધી અમેરિકામાં સ્થાયી  હોવા જરૂરી છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે સુપ્રીમ કોર્ટે અગાઉ લગાવેલા ટ્રાવેલ પ્રતિબંધ પર રોક લગાવી દીધી હતી. આ નિર્ણય ગુરુવારથી જ લાગુ પડશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. દુનિયાભરમાં આવેલા અમેરિકા દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસોમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું કે છ દેશોના નાગરિકોને અમેરિકામાં ટ્રાવેલ કરવા માટે લોહીના સંબંધ દર્શાવવા જરૂરી છે. અરજીકર્તાનો પતિ અથવા પત્ની, બાળક, જમાઈ કે પુત્રવધુ અને ભાઈ અમેરિકામાં રહેતો હોવો જરૂરી છે. ગ્રાંડપેરેન્ટ્સ, ગ્રાંડ ચિલ્ડ્રન, આન્ટી, અંકલ, ભત્રીજા-ભત્રીજી, પિતરાઈ ભાઈ-બહેન, સાળા-સાળી, ફિયાન્સે અને અન્ય ફેમિલી મેમ્બર્સને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.