અમેરિકાના ટોપ 10 'ફનિએસ્ટ સિટી', તમારા ઓળખીતા ક્યાં રહે છે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વના વિસ્તારો, રાષ્ટ્રો, રાજ્યો અને શહેરો અંગે વિવિધ જાતના સર્વે થતા જ રહે છે. પણ તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ એક આગવો અભ્યાસ હાથ ધરી સમગ્ર શહેરની 'સેન્સ ઓફ હ્યુમર'ને ધ્યાનમાં લેતા અમેરિકાના 'ફિનિએસ્ટ' સીટીઝની યાદી બહાર પાડી છે. કોલોરાડોની હ્યુમન રિસર્ચ લેબ દ્વારા અમેરિકાના ટોપ ફની શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે.

શહેરમાં યોજાતી કોમેડી મંડળી, કોમેડી સ્ટારની લોકપ્રિયતા, શહેરમાં જન્મેલા કોમેડી સ્ટાર્ઝ, કોમેડી ક્લબની સંખ્યા, શહેરના ફન્ની ટ્વિટર્ઝ, કોમેડી રેડીયો સ્ટેશનની સંખ્યા, હ્યુમર રિલેટેડ વેબ સર્ચિંગની ફ્રિક્વન્સી, હાસ્ય પ્રત્યે લોકોનું વલણ, ગંભીર બાબતોમાં હાસ્ય શોધવાની લોકોની આવડત વગેર બાબાતોને ધ્યાનમા લઈને અમેરિકાના ટોપ 10 ફનિએસ્ટ સિટીઝની યાદી બનાવવામાં આવી છે. આ યાદી તૈયાર કરવા માટે 'હ્યુમન અલગોરિથમ'નો ઉપયોગ કરાયો હતો. સર્વેમાં કુલ 50 અમેરિકન શહેરોનો સમાવેશ કરાયો હતો. જેમાંથી દસ શહેરોની પસંદગી કરવામાં આવી છે.
શું છે હ્યુમર રિસર્ચ લેબ?
કોલોરાડો યુનિવર્સિટીમાં આવેલી 'ધી હ્યુમર રિસર્ચ લેબ' એ હ્યુમર સંબંધીત મુદ્દાઓ પર વૈજ્ઞાનિક અભિગમ સાથે અભ્યાસ કરે છે. હ્યુમરના કારણો અને એની અસરોને અભ્યાસમાં આવરી લેવાય છે. માનવ સ્વભાવની વિવિધ વિશેષતાઓ જેવી કે લાગણી, ન્યાય, નિર્ણય લેવાની ક્ષમતા વગેરેને આધાર બનાવી લેબ દ્વારા થિયોરેટિકલ અને મેથોડોલોજીકલ અભ્યાસ હાથ ધરવામાં આવે છે.
અમેરિકાના આ ટોપ 10 ફનિએસ્ટ શહેર કયા કયા છે... વાંચવા માટે ફોટો સ્લાઈડ કરોઃ