તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Throw Terrified Teenage Boy Off 20ft Ledge Before Beating Him To Death

પાંચમા માળેથી કિશોરને માર્યો ધક્કો, મોબાઇલ કેમેરામાં કેદ થયું LIVE મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇજિપ્તમાં સેના અને હકાલપટ્ટી કરાયેલા પ્રમુખ મોરસીના સમર્થકો વચ્ચે હિંસક અથડામણો ચાલી રહી છે. 35થી વધુ લોકોનાં મોત થયાં છે જ્યારે હજારો લોકો ઘાયલ છે. અનેક મહિલાઓ સામુહિક બળાત્કારનો શિકાર બની ચુકી છે. આવા માહોલમાં એક વિડીયોએ આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે.

મોરસીની હકાલપટ્ટીની ઉજવણી કરતા એક કિશોરને મળેલી મોતની ભયાનક સજાનું LIVE રેકોર્ડિગ દુનિયા સામે આવ્યું છે. આ વિડીયોએ ઇજિપ્તની હિંસાના અસલી ચહેરાને ખુલ્લું પાડી દીધું છે. ઇસ્લામી કટ્ટરવાદીઓએ તેને છેડેચોક મોતના હવાલે કર્યો હતો. તેણે બચવાના અનેક પ્રયાસો કર્યા હતા પણ તે સફળ થઇ શક્યો નહોતો.

આ આખી ઘટનાને કોઇએ પોતાના મોબાઇલના કેમેરામાં ઉતારી લીધી હતી. આ ડરામણાં વિડીયોમાં એક નાનકડા ધાબે જીવ બચાવી બેસેલા કિશોરને ટોળાંએ પથ્થર મારી 20 ફૂટ નીચે પાડી દીધો હતો અને મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

તેનો વાંક માત્ર એટલો જ હતો કે તે મોરસીની સેના દ્વારા કરાયેલી હકાલપટ્ટીની ઉજવણી કરી રહ્યો હતો. ઇજિપ્તના સૌથી વધુ પ્રભાવિત એલેકઝેંડ્રાનો એ બનાવ છે. કુલ ચાર મિત્રો એક નાનકડા ધાબા પર જીવ બચાવી સંતાઇ ગયાં હતાં. ટોળાંએ તેમનો પીછો કરતાં તેઓ જીવ બચાવી ભાગ્યાં હતાં.

ધાબા પર સંતાયેલાં છોકરાઓને ટોળાંએ ચાસ્રે તરફથી ઘેરી લીધી હતાં. મોરસીના સમર્થકોએ ફેલાવેલા આતંકનો ચહેરો મોબાઇલ કેમેરામાં કેદ થઇ ગયો હતો. ગત શુક્રવારે મોરસી સમર્થકોએ આપેલા દેખાવોના એલાન બાદ આ બનાવ બન્યો હતો.

આગળ જુઓ કેવી રીતે કેદ થયું LIVE મોત? છોકરાને ધક્કો આપી કેવી રીતે પહોંચાડ્યો યમધામ? વિડીયો ફૂટેજની LIVE તસવીરો જોઇ છુટી જશે કંપારી?

ક્લિક કરતા રહો આગળની સ્લાઇડ