બ્રિટનમાં મુસ્લિમ કેદીઓનો જેલના વોર્ડન પર જીવલેણ હુમલો, જેહાદનાં નારા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનના વુલવિચમાં એક સૈનિકનું માથું કાપી હત્યા કરનારા આતંકીઓ તો અત્યારે જેલમાં છે પણ એ હુમલાના આફ્ટરશોક્સ આવતા રહે છે. માર્યા ગયેલા સૈનિક માટે એક જેલના કેદીઓને કહેવામાં આવ્યું ત્યારે જેલના વોર્ડન પર ત્રણ કેદીઓએ હુમલો કરી દીધો હતો. આ કેદીઓ વોર્ડનને ચાર કલાક સુધી પોતાના કબ્જામાં રાખ્યા હતા. આ બનાવથી બ્રિટનની જેલોમાં સલામતી વ્યવસ્થા સામે સવાલો ખડા થયાં છે ઉપરાંત એ બનાવ પાછળ આતંકીનો ઇરાદો પણ હવે બહાર આવતો જાય છે. વોર્ડન પર હુમલો કરનાર કેદીઓ મુસ્લિમ હોવાનો પણ ખુલાસો થયો છે.

આ બનાવ ઇસ્ટ યોર્કશાયરની જેલમાં બન્યો હતો. આ જેલ ખુબ જ કડક સલામતી ધરાવે છે છતાં આવઓ ગંભીર બનાવ બનતાં સતાવાળાઓ ચોંકી ગયા હતા. આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે જેલમાં કેદીઓને કહેવામાં આવ્યું હતું કે જીવલેણ હુમલામાં માર્યા ગયેલા સૈનિક રિગ્બી માટે પ્રાર્થના કરો.

આ સાંભળી તે ત્રણેય કેદીઓ વિફર્યા હતા અને વોર્ડનને આટલી સલામતી વચ્ચે કેદ કરી ગયા હતા અને ચાર કલાક સુધી તેમને માર માર્યો હતો.

વોર્ડનને પકડીને ક્લીન રૂમમાં પુરી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમને સાવરણાંના હાથા વડે માર માર્યો હતો. કેદીઓએ મારી નાખવાની પણ ધમકી આપી હતી. ચાર કલાક બાદ સલામતી સ્ટાફે વોર્ડનને છોડાવવામાં સફળતા મળી હતી. વોર્ડનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્ટાફના અન્ય એક સભ્યને પણ ઇજાઓ પહોંચી છે. ત્રણેય કેદીઓની ધરપક્ડ કરી લેવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યું હતું કે કેદીઓ તે સૈનિક માટે પ્રાર્થનાનું સાંભળી ભડક્યા હતા અને બૂમો પાડતા હતા કે તેને બરાબર જ મારી નંખાયો છે. તેને અન્ય મુસ્લિમ કેદીઓને પણ જંગમાં જોડાવવા જેલમાં જ બૂમો પાડી હતી.

આ ઘટનાને જે બનાવ સાથે સંબંધ છે એ હત્યાના બનાવ વિશે જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ્