• Gujarati News
  • Thirty mile Long Ice Jam Causes Devastating Floods In Alaskan Town As Hundreds Of Residents Are Forced To Flee

અમેરિકાના અલાસ્કામાં 48 કિ.મી. લાંબો ICE JAM : ચારેકોર બરફ જ બરફ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય ના બની હોય એવી ઘટના બની છે. અલાસ્કામાં સળંગ 30 માઇલ સુધી બરફનો બ્લોક જામી જતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. બરફના પાણી હવે ધીમે ધીમે શહેર તરફ વળી રહ્યાં છે. અલાસ્કાની નદીમાં બરફ મોટા પાયે જામી જતાં આઇસ જામ સર્જાયો હતો. બરફ જામના કારણે 30 માઇલ સુધી માત્રને માત્ર બરફ જ દેખાતું હતું. બરફ પીગળવાની થયેલી શરૂઆતને કારણે પાણીના સ્તર ઝડપથી વધી રહ્યાં છે. નદી નજીકના રહેવાસીઓને જગ્યા ખાલી કરી દેવા ચેતવણી આપી દેવામાં આવી છે.

બુધવારે કરાયેલા એરિયલ નિરિક્ષણમાં 30 માઇલ લાંબા આઇસ જામમાં ઘણે સ્થળે બરફ પીગળી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે જામનું પ્રમાણ ઘટી રહ્યું છે. થોડા દિવસોમાં જ નદીમાં બરફના બદલે પાણી જોવા મળશે. સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે બરફ પીગળવાના કારણે નદીમાં પાણીનું સ્તર ઘણું ઉંચું આવવાની શકયતા છે. પૂરની પણ શક્યતા છે.

આજુબાજુના તમામ રહેવાસીઓને અન્ય સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. હજુ સુધી કોઇ જાનહાનિ કે નુકશાનના સમાચાર નથી.

લોકો દિવસો સુધી ઘરોમાં પુરાઇ રહ્યા હતા.

આગળ જુઓ બરફના જામની એરિયલ વ્યુથી લેવાયેલી તસવીરો, ક્લિક કરતા રહો આગળની સ્લાઇડ