તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Thai Prime Minister Faces Graft Charges As Standoff Slips Out Of Control

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાઈલેન્ડમાં કટોકટી વધુ ગંભીરઃ વડાપ્રધાન પર ભ્રષ્ટાચારના આરોપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાઈલેન્ડમાં સરકાર વિરોધી દેખાવકારો વડાપ્રધાનને હોદ્દા પરથી દૂર કરવાની માગણી કરી રહ્યા છે ત્યારે દેખાવપ્રદર્શન વધુ ઉગ્ર બની રહ્યા છે. આ સાથે દેશની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ વડાપ્રધાન યીંગલુક શિનવત્રા સામે બેદરકારીના આરોપ મૂકવાની તૈયારી શરૂ કરી છે.

રાજધાની બેંગકોકમાં રાતે ગોળીબાર અને ગ્રેનેડના અવાજો રાબેતા મુજબની ઘટના બની ગઈ છે. આટલું જ નહીં સુવર્ણ મંદિરો તથા બાર માટે જાણીતા આ શહેરમાં પ્રવાસન ઉદ્યોગને પણ ભારે નુકસાન થયું છે.

સુરક્ષાની સ્થિતિ ગંભીર બનતા ગીટારિસ્ટ એરીક ક્લેપ્ટ બેંગકોક બહાર જતા રહ્યા છે.

તાજેતરના સમયમાં ભારે હંગામો મચાવનારા યીંગલુકના 200 જેટલા ટેકેદારોએ નેશનલ એન્ટિ કરપ્શન કમિશનના પ્રવેશ દ્વારે તાળા મારી દીધા હતા અને તમામ સભ્યોના રાજીનામાની માગણી કરી હતી. આ સાથે સંઘર્ષ વધુ ઉગ્ર બનાવવા માટે પણ તખતો ગોઠવાઈ ગયો છે.

જો કે વચગાળાના વડાપ્રધાન શિયાંગ માઈ શહેરમાં છે અને તેઓ સુનાવણી વખતે હાજર રહે તેવી શકયતા નથી. સરકાર સામે બજાર કરતાં ઊંચા ભાવે ખેડૂતોને ચુકવવામાં આવેલી ચોખા માટેની વિનાશક સબસિડીને લગતાં આરોપ મૂકાયા છે, જે બજેટ માટે જોખમી પુરવાર થયા છે. તેનાથી પણ સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે ગ્રામિણ ખેત મજૂરો તેમને નહીં ચૂકવાયેલા નાણાંની માગણી કરી રહ્યા છે.

નવેમ્બરમાં સરકાર વિરોધી દેખાવો શરૂ થયા ત્યારથી વારંવાર નાના બોમ્બ વિસ્ફોટો તથા ગોળીબારમાં 21 લોકોના મોત થયા છે અને 700 વધુ ઘવાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો