23 કરોડ રૂપિયા ખર્ચી ઘરમાં જ બનાવ્યું વોટર પાર્ક જેવું સ્વિંમિંગ પૂલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( ટેકસેસમાં રહેતાં હેલ જોન્સે ઘરમાં જ બનાવેલું સ્વિમિંગ પૂલ)
ટેકસાસઃ અમેરિકામાં હાલમાં એક વ્યકિત ચર્ચાનો વિષય બની જાય છે. તેણે એક તળાવને અડીને આવેલા તેના ઘરની મોટા ભાગની જગ્યાને મોટા સ્વિમિંગ પુલમાં ફેરવી છે. આ છે, ઓસ્ટિન શહેરના જોન્સ. તેમને ઊનાળામાં અન્ય સ્થળોને સ્વિમિંગ પુલમાં જવું ગમતું ન હતું. આ કારણે જોન્સે આર્કિટેક્ટ ઈવાન મિલ્સ સાથે પોતાના ઘરમાં જ સ્વિમિંગ પૂલ બનાવવાની ચર્ચા કરી. ઈવાને હા પાડતા જ જોન્સની મહેચ્છા પૂરી થઈ ગઈ હતી.
જોનસે 23 કરોડ રૂપિયા ખર્ચી પોતાના ઘરમાં જ સ્વિમિંગ પૂલ બનાવ્યા. તેમાં એક બાળકો માટે છે. જેમાં એક સાથે 450 બાળકો સ્નાન કરી શકે છે. બીજો સ્વિમિંગ પૂલ વહેતી નદી જેવો છે. ત્રીજો ગરમ પાણીનો સ્વિમિંગ પુલ છે જેમાં 30 લોકો સ્નાન કરી શકે છે ચોથો પૂલ રિવર્સ વોટર પૂલ છે. જોન્સ હવે ખૂબ ખુશ છે જોકે તેની જાળવણી માટે જોન્સને મહિને ચાર લાખ રૂપિયા અને વીજળી બિલ માટે 22 લાખ રૂપિયાનો માસિક ખર્ચ કરવો પડે છે.
આગળની સ્લાઈડસમાં જૂઓ આ સ્વિમિંગ પુલની તસવીરો...